Morbi Today
તેરા તજકો અર્પણ: ટંકારા પોલીસે ૧.૪૩ લાખના ૮ મોબાઇલ મૂળ માલિકને પરત કર્યા
SHARE








તેરા તજકો અર્પણ: ટંકારા પોલીસે ૧.૪૩ લાખના ૮ મોબાઇલ મૂળ માલિકને પરત કર્યા
ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લોકોના ખોવાયેલા અને ચોરાયેલા મોબાઈલ ફોન ની અરજી લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી દરમિયાન ટંકારા તાલુકા પોલીસ દ્વારા ૮ વ્યક્તિઓના ૧.૪૩ લાખથી વધુની કિંમતના મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા અને આજે ડીવાયએસપી સમીર સારડાની હાજરીમાં ટંકારાના પીઆઇ કે.એમ.છાસીયા સહિતના પોલીસ સ્ટાફની હાજરીમાં તે મોબાઈલ ફોન મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતા આ મોબાઇલ શોધવાની કામગીરી દશરથસિંહ રણજીતસિંહ ચાવડા તથા હરપાલસિંહ મનહરસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી

