તેરા તજકો અર્પણ: ટંકારા પોલીસે ૧.૪૩ લાખના ૮ મોબાઇલ મૂળ માલિકને પરત કર્યા
મોરબીના જૂની પીપળી અને મકનસર ગામે એક-એક યુવાને જીવન ટુકાવ્યું
SHARE









મોરબીના જૂની પીપળી અને મકનસર ગામે એક-એક યુવાને કર્યો આપઘાત
મોરબી તાલુકાના જૂની પીપળી અને મકનસર ગામે બે યુવાનોએ પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે જે બંનેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બંને બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ જૂની પીપળી ગામે રહેતા નરેશભાઈ કાનજીભાઈ ચૌહાણ (41)એ ગઈકાલે રાતના આઠેક વાગ્યા પહેલા કોઈપણ કારણોસર પોતે પોતાના ઘરની અંદર ચુંદડી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યારબાદ મૃતકના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી આવી જ રીતે મોરબીના વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ મકનસર ગોકુલનગરમાં રહેતા રસિકભાઈ રતિલાલ ચાવડા (50)એ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.
