મોરબીના જૂની પીપળી અને મકનસર ગામે એક-એક યુવાને જીવન ટુકાવ્યું
મોરબીમાંથી 250 લિટર દારૂ ભરેલ ગાડી સાથે બે શખ્સ પકડાયા, મહિલા બુટલેગરની શોધખોળ
SHARE









મોરબીમાંથી 250 લિટર દારૂ ભરેલ ગાડી સાથે બે શખ્સ પકડાયા, મહિલા બુટલેગરની શોધખોળ
મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી બલેનો ગાડી નંબર જીજે 36 એપી 5003 પસાર થઈ રહી હતી ત્યારે બી ડિવિઝન પોલીસની ટીમ દ્વારા તે ગાડીને રોકીને ચેક કરવામાં આવી હતી ત્યારે ગાડીમાંથી પ્લાસ્ટિકના 10 બાચકા મળી આવ્યા હતા તેમાંથી 250 લીટર દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે 50,000 ની કિંમતનો દારૂ તથા ત્રણ લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 3,50,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપી વિશાલભાઈ હરખાભાઈ ઝિંઝવાડીયા (20) રહે. પાણીની ટાંકી પાસે જેતપર તથા કિશનભાઇ રમેશભાઈ મકવાણા (20) રહે. વીસીપરા મદીના સોસાયટી બિલાલી મસ્જિદ પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન યાસ્મીન ઉર્ફે આરતી સંજયભાઈ અગેચાણીયા રહે. શોભેશ્વર સોસાયટી જુના ઘૂટું રોડ મોરબી વાળીનું દારૂ મંગાવનાર તરીકે નામ સામે આવ્યું હોય પોલીસે ત્રણેય સામે ગુનો નોંધ્યો છે અને મહિલા બુટલેગરને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
