મોરબીમાંથી 250 લિટર દારૂ ભરેલ ગાડી સાથે બે શખ્સ પકડાયા, મહિલા બુટલેગરની શોધખોળ
પાલતુ શ્વાન બન્યું દેવદૂત: ટંકારા તાલુકા મિતાણા ગામે વાડીએ સૂતેલા યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હતો જીવલેણ હુમલો
SHARE









પાલતુ શ્વાન બન્યું દેવદૂત: ટંકારા તાલુકા મિતાણા ગામે વાડીએ સૂતેલા યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હતો જીવલેણ હુમલો
શ્વાને બચકું ભરી લેવાના કારણે કોઈનુ મૃત્યુ નીપજયુ હોય તેવી ઘટનાઓ ઘણી વખત સામે આવે છે અને પાલતુ શ્વાનના લીધે વ્યક્તિનો જીવ બચ્યો હોય તેવી ઘટનાઓ પણ અમુક સામે આવતી હોય છે આવી જ એક ઘટના મોરબી જીલ્લાના મીતાણા ગામે વાડી વિસ્તારમાં બની હતી જ્યાં ઘર પાસે સૂતેલા યુવાન ઉપર અજાણ્યા ત્રણ શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે યુવાનના ઘરની અંદર જે પાલતુ શ્વાન હતો તેને છૂટો મૂકવામાં આવતા શ્વાન હુમલો કરવા આવેલા ત્રણેય શખ્સો ઉપર તુટી પડતા હુમલાખોરો નાસી છુટ્યા હતા અને સમગ્ર ઘટના સીસીટીવી કેમેરા કેદ થયેલ છે.
વર્ષો પહેલા જેકી શ્રોફ ની હિન્દી ફિલ્મ "તેરી મહેરબાનીયા" આવ્યું હતું જેમાં શ્વાનની વફાદારીનું ફિલ્માંકન કરવામાં આવ્યું હતું અને ત્યાર પછી ઘણા લોકો પોતાના ઘરની અંદર શ્વાન રાખતા થયા હતા જોકે આ ફિલ્મમાં જે રીતે શ્વાનને વફાદાર બતાવવામાં આવ્યું છે આવી જ રીતે એક ઘટના મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના મીતાણા ગામે ડેમ પાસે વાડી વિસ્તારમાં બનેલ છે જ્યાં અમિતભાઈ રહીમભાઈ ઠેબા નામનો યુવાન પોતાના વાડીમાં બનાવેલા મકાનની બાજુમાં બહારના ભાગે સૂતો હતો ત્યારે રાત્રિના સમયે અજાણ્યા ત્રણ શખ્સો દ્વારા તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને તેને માથામાં તથા શરીરને આડેધડ માર્યો હતો જો કે યુવાને પોતાનો જીવ બચાવવા માટેના અનેક પ્રયત્નો કર્યા હતા પરંતુ હુમલા કરનારા તેના ઉપર તૂટી પડ્યા હતા અને આ સમયે યુવાનનો પાલતુ શ્વાન જે યુવાને ઘરની અંદર બાંધેલો હતો તે તેના માટે દેવદુત સમાન સાબિત થયો હતો અને યુવાનનો જીવ બચી ગયો છે
ભોગ બનેલા યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ બનાવવા માટે જે ફરિયાદ નોંધાવી છે તેમાં જણાવ્યુ છે કે ગત તારીખ 12/4/2025 ના રોજ રાત્રિના ત્રણ વાગ્યાના અરસામાં તે પોતાની વાડીએ ઘર પાસે બહાર સૂતો હતો ત્યારે તેના પત્ની અને તેનો નવ વર્ષનો દીકરો પણ બહારના ભાગે સુતા હતા ત્યારે અજાણ્યા ત્રણ શખ્સો યુવાનો પર તૂટી પડ્યા હતા અને તેના હાથમાં રહેલ લોખંડની વસ્તુ યુવાનને માથા, મોઢા તથા શરીર ઉપર મારી હતી જેથી યુવાનની પત્ની અને તેનો દિકરો બુમાબુમ કરવા લાગ્યા હતા અને તે જોઈને ઘરમાં રાખેલ પાલતુ શ્વાન જોની ભસવા લાગ્યો હતો અને યુવાન પોતાનો જીવ બચાવવા માટે પ્રયાસ કરતો હતો દરમિયાન જે જગ્યાએ જોનીને બાંધીને રાખવામાં આવ્યો હતો ત્યાં સુધી યુવાન પહોંચી ગયો હતો અને જોનાને છૂટો મૂકતા તેણે હુમલાખોરોની પાછળ દોટ મુકતા હુમલાખોરો ઘરની દિવાલ કૂદીને નાસી છૂટ્યા હતા આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે જેના ફૂટેજ પોલીસે કબજે કર્યા છે અને હુમલાખોરોને પકડવા માટે જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી છે
જે યુવાન ઉપર અજાણ્ય શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે તે ખેતી કામ કરે છે તેની સાથે બે ઘોડી રાખેલી છે અને તે બંને ઘોડી પ્રસંગોમાં તે ભાડે લઈને જતા હોય છે અને આ ઘોડી જે જગ્યા ઉપર બાંધવામાં આવેલ છે તે જગ્યા દેખાઇ તે રીતે ઘરમાં સીસીટીવી કેમેરા ફીટ કરવામાં આવ્યા છે જે સીસીટીવી કેમેરા માં હુમલાની ઘટના કેદ થયેલ છે જેથી પાલતુ શ્વાન જોની એ પોતાના માલિકને બચાવવા માટે થઈને જે કામગીરી કરી બતાવી હતી તેની ઠેરઠેર લોકો પ્રશંસા કરી રહ્યા છે જોકે આ ગુનામાં આરોપીઓની ધરપકડ ક્યારે થશે તે તો આગામી સમય જ બતાવશે
