વાંકાનેરના મહીકા-ઠેબચડા રોડનું ખાત મુહૂર્ત ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ કર્યું
SHARE









વાંકાનેરના મહીકા-ઠેબચડા રોડનું ખાત મુહૂર્ત ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ કર્યું
વાંકાનેર-કુવાડવા મતવિસ્તારનાં રાજકોટ તાલુકાનાં મહીકા ગામ ખાતે નેશનલ હાઇવેથી મહીકા-ઠેબચડા રોડનું ખાત મુહૂર્ત ધારાસભ્ય જીતુભાઇ સોમાણીના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારે રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભુપતભાઇ બોદર સહિતના હાજર રહ્યા હતા તે ઉપરાંત રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ કેયુરભાઈ ઢોલરીયા, રાજકોટ તાલુકા પંચાયત કારોબારી ચેરમેન ભરતભાઈ ડાભી, જિલ્લા ભાજપ મહિલા મોરચા મહામંત્રી વર્ષાબેન ખુંટ, રાજકોટ તાલુકા ભાજપ મહામંત્રી અજયભાઇ મકવાણા સહિત બહોળી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.
