મોરબીમાં નવો ડી.પી, બાંધકામ મંજૂરી સહિતના પ્રશ્નોને લઈને બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલોપર્સના હોદેદારોએ ધારાસભ્યની આગેવાનીમાં સીએમને કરી રજૂઆત
SHARE








મોરબીમાં નવો ડી.પી, બાંધકામ મંજૂરી સહિતના પ્રશ્નોને લઈને બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલોપર્સના હોદેદારોએ ધારાસભ્યની આગેવાનીમાં સીએમને કરી રજૂઆત
મોરબી મહાપાલિકા વિસ્તારમાં આયોજન પૂર્વક વિકાસના કામો હાથ ધરાઈ અને લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે થઈને મોરબી જિલ્લા બિલ્ડર એન્ડ લેન્ડ ડેવલપર્સ એસો.ના પ્રમુખ સહિતના હોદ્દેદારો દ્વારા મોરબીના ધારાસભ્યની આગેવાનીમાં સીએમને રજૂઆત કરવા માટે ગાંધીનગર ગયા હતા અને મુખ્યમંત્રીએ તેઓની રજૂઆત સાંભળીને કોર્પોરેશનને લગતા પ્રશ્નોનો નિકાલ કરવાની ખાતરી આપી હતી.
મોરબી જીલ્લા બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલોપર્સ એશો.ના પ્રમુખ સંતોષભાઈ શેરસીયા સહિતના હોદેદારો અને બિલ્ડરો મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની આગેવાની હેઠળ રાજ્યના સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ પાસે મોરબીના વિકાસ માટે રજૂઆત કરવા માટે ગયા હતા ત્યારે ટંકારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા પણ તેઓની સાથે ત્યાં જોડાયા હતા હાલમાં જે રજૂઆત કરવામાં આવેલ છે તેમાં જણાવ્યુ છે કે, મોરબી અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટીને કાર્યરત કરવામાં આવે, હાલમાં શહેરમાં વર્ષ ૧૯૭૧ નો ડેવલોપમેન્ટ પ્લાન છે માટે નવો ડી.પી બનાવવામાં આવે, મહાપાલિકા બનતા પહેલા પાલિકામાં રજુ થયેલ અરજીઓ અને નવા સમાવિષ્ટ વિસ્તારોમાં થયેલ બાંધકામોને બીનખેતી હુકમ પ્રમાણે ઈમ્પેક્ટ ફી (GRUDA-2022) લઈને અરજીઓનો નિકાલ કરવામાં આવે, જ્યાં સુધી સતામંડળમાં ઝોનીંગ નક્કી ન થાય ત્યાં સુધી બીનખેતી હુકમ પ્રમાણે બાંધકામ મંજુરી આપવાની કાર્યવાહી કરવી, ગુજરાત સરકારના GDCR મુજબ મોરબીની હાલ D4 કેટેગરીમાં સુધારો કરી રાજકોટ, અમદાવાદ તથા સુરત જેવા શહેરોની જેમ હાઈરાઈઝડ બિલ્ડીંગોનું નિર્માણ થઈ શકે તેવી કેટેગરીમાં રાખવામા આવે, ઓનલાઈન બાંધકામ મંજુરી ઝડપથી તેમજ સરળતાથી મળી રહે તે માટે ઈ-નગર પોર્ટલ ઝડપી કાર્યરત કરવામાં આવે, મહાપાલિકામાં પ્રવર નગર નિયોજકની નવા DP ના ખાસ અધિકારી તરીકે નિમણુક કરવામાં આવે તેવી રજૂઆત કરેલ હતી ત્યારે મુખ્યમંત્રીએ તમામ રાજુયાતોને સાંભળીને કોર્પોરેશનને લગતા પ્રશ્નોનો નિકાલ કરવાની ખાતરી આપી હતી. જેથી સરકાર તરફથી મોરબીના બિલ્ડરોને હકરાત્મક સહકાર મળ્યો હોવાથી મોરબી જીલ્લા બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલોપર્સ એશો.ના પ્રમુખ સંતોષભાઈ શેરસીયાએ સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ, મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સહિતનાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

