માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

ટંકારામાં હિમસન આર્ટીસ્ટ ફેડરેશન દ્વારા ઓપન ડાન્સ કોમ્પીટીશન યોજાશે


SHARE

















ટંકારામાં હિમસન આર્ટીસ્ટ ફેડરેશન દ્વારા ઓપન ડાન્સ કોમ્પીટીશન યોજાશે

ટંકારામાં હિમસન આર્ટીસ્ટ ફેડરેશન દ્વારા તાલુકાની ઓપન ડાન્સ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા 3/5/25 ને શનિવારના રોજ આંબેડકર હોલ ખાતે આ કોમ્પીટીશન યોજાશે જેથી તેમાં ભાગ લેવા માટે કાલકારોને આહ્વાન કર્યું છે.

હિમસન આર્ટીસ્ટ ફેડરેશનના પ્રમુખ લાલજીભાઇ મહેતા મંત્રી રામભાઈ મહેતા અને ટંકારાના કલાપ્રેમી આસ્તાનાબેન તેમજ મોરબીના ઘનશ્યામસિંહ ઝાલા સહિતની ટીમ દ્વારા તાલુકાની ઓપન ડાન્સ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું છે આ ડાન્સ કોમ્પીટીશનમાં A-ગ્રુપ 4 થી 10 વર્ષ B -ગ્રુપ 11 થી 20 અને C-ગ્રુપ 21 વરસથી ઉપરના તમામ સ્પર્ધકો ભાગ લઈ શકશે. દરેકને સંસ્થા તરફથી શીલ્ડ તથા સર્ટીફીકેટ આપવામાં આવશે. અને ટંકારામાં સૌ પ્રથમ વખત કલાપ્રેમી અને ફેડરેશનના સભ્ય આસ્તાનાબેન સ્પર્ધાનું આયોજન કરી રહયા છે. અને ખાસ કરીને બાળકોને તેની કલા રજૂ કરવા માટેનું સ્ટેજ મળે તેના માટે જ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સ્પર્ધામાં ભાગ લેવા તેમજ ટંકારા તાલુકાની ડાન્સ કોમ્પીટીશન માટે વધારે માહિતી માટે આસ્તાનાબેનના મોબાઈલ નંબર 70693 09709 ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે.




Latest News