ઓક્સફર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછા બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ મોરબી શહેર-હળવદના રણમલપૂર ગામે જુગારની 3 રેડમાં કુલ 19 શખ્સો 8.12 લાખની રોકડ સાથે પકડાયા મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયત દ્વારા રેલ્વે ભરતી બોર્ડની પરીક્ષા પહેલા મોક ટેસ્ટ યોજાઇ


SHARE





મોરબી જિલ્લા પંચાયત દ્વારા રેલ્વે ભરતી બોર્ડની પરીક્ષા પહેલા મોક ટેસ્ટ યોજાઇ

ભારત સરકારના રેલ્વે મંત્રાલયના રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ગ્રુપ-ડી (લેવલ-1)ની 14 જેટલી અલગ અલગ ટેકનિકલ પોસ્ટ માટેની ભરતી અંગેની જાહેરાત બહાર પાડવામાં આવેલ હતી. જે જાહેરાત અન્વયે મોરબી જિલ્લામાં પાત્રતા ધરાવતા હોય તેવા ઉમેદવારોએ અરજી કરી હતી. આ ઉમેદવારો લેખિત પરીક્ષામાં સફળ રહે અને જિલ્લામાંથી વધુમાં વધુ લોકોને રોજગારી મળે તે હેતુથી ડીડીઓ જે.એસ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લામાં ત્રણ જેટલા પરીક્ષા કેન્દ્ર ઉપર મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ હતું. જે મોક ટેસ્ટમાં સમગ્ર જિલ્લામાંથી કુલ 191 જેટલા ઉમેદવારોએ આજે પરીક્ષા આપી હતી. જેમાં મોરબીની શ્રી યુ.એન. મહેતા આર્ટસ કોલેજ ખાતે 59, હળવદની સાંદિપની ઇંગ્લિશ સ્કૂલ ખાતે 67 અને વાંકાનેરની શ્રીમતી ઇન્દુબેન લલીતભાઈ મહેતા મહિલા કોમર્સ કોલેજમાં 65 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. અને લેવામાં આવેલ પરીક્ષાના પ્રશ્નપત્રની આન્સર કી તથા પરીક્ષાનું પરિણામ ટૂંક સમયમાં જિલ્લા પંચાયત મોરબીની વેબસાઈટ ઉપર ઓનલાઈન મૂકવામાં આવશે.




Latest News