ટંકારામાં હિમસન આર્ટીસ્ટ ફેડરેશન દ્વારા ઓપન ડાન્સ કોમ્પીટીશન યોજાશે
મોરબીમાં મહેન્દ્રનગરથી માળિયા ફાટક ચોકડી સુધી ભારે વાહનોની અવરજવર બંધ કરવા આપની માંગ
SHARE








મોરબી મહાપાલિકા ઝોન-2 ના મહેન્દ્રનગર ચોકડીથી માળિયા ફાટક સુધી ભારે વાહન ચાલતા હોય છે જેથી કરીને ટ્રાફિકજામ સહિતના પ્રશ્નો ઊભા થાય છે જેથી કરીને ભારે વાહનોને ત્યાંથી દિવસ દરમ્યાન બંધ કરવામાં આવે તેવી માંગ આમ આદમી પાર્ટીના જીલ્લા મહામંત્રી દ્વારા કરવામાં આવેલ છે.
આમ આદમી પાર્ટીના જીલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજાએ મોરબી સામાકાંઠા વિસ્તારમાં આવેલા સૌથી વધુ ટ્રાફિક ધરાવતા પોસ વિસ્તાર મહેન્દ્રનગર ચોકડીથી માળિયા ફાટક સુધીનો જે રસ્તો છે ત્યાથી ફેક્ટરીએ અપડાઉન કરતા લોકોની મોટા પ્રમાણમા અવરજવર હોય છે આટલું જ નહીં ત્યાં રહેણાક વિસ્તાર પણ આવેલ છે જેથી ભારે વાહનના લીધે ટ્રાફિકજામ થાય છે અને અક્સ્માતનો પણ સતત ભય રહે છે જેથી આ રસ્તા ઉપરથી ભારે વાહનોની અવર જવર બંધ કરવામાં આવે તેવી માંગ કરેલ છે. અને ભારે વાહનોને નેશનલ હાઈવે ઉપર ડાઈવર્ટ કરવામાં આવે તેમજ મહેન્દ્રનગર ચોકડીએ જે બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે તેને વહેલી તકે પૂરું કરવામાં આવે તેવી માંગ કરેલ છે.

