મોરબીના ઘૂટું રોડે બાઈક સ્લીપ થતાં હેમરેજ થવાથી સારવારમાં ખસેડાયેલા આધેડનું મોત
ટંકારાના ઓટાળા ગામે આંબલીના ઝાડ ઉપર કાતરા લેવા ચડેલી બાળકીને ઈલેક્ટ્રીક શોર્ટ લાગતાં રાજકોટ સારવારમાં
SHARE








ટંકારાના ઓટાળા ગામે આંબલીના ઝાડ ઉપર કાતરા લેવા ચડેલી બાળકીને ઈલેક્ટ્રીક શોર્ટ લાગતાં રાજકોટ સારવારમાં
ટંકારાના ઓટાળા ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારની 12 વર્ષની દીકરી આંબલીના ઝાડ ઉપર કાતરા લેવા માટે ચડી હતી દરમિયાન ત્યાંથી પસાર થતી ઈલેક્ટ્રીક લાઈનમાંથી તે બાળકીને ઇલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના ઓટાળા ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા કેશુભાઈ મેડાની 12 વર્ષની દીકરી પાયલ વાડીએ આવેલા આંબલીના ઝાડ ઉપર કાતરા લેવા માટે ચડી હતી ત્યારે ત્યાંથી પસાર થતી ઈલેક્ટ્રીક લાઈટમાંથી પાયલને ઈલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી કરીને તે બાળકીને તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ તેને વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા છે અને ત્યાં બર્ન્સ વોર્ડમાં તેને દાખલ કરીને આગળની સારવાર કરવામાં આવી રહી છે આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
એસીડ પી લેતા સારવારમાં
મૂળ બોટાદ જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના નીચી માંડલ ગામ પાસે રહેતા ગુલાબબેન શિવાભાઈ (21) નામની મહિલાએ કોઈ કારણોસર એસીડ પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

