22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું રોડે બાઈક સ્લીપ થતાં હેમરેજ થવાથી સારવારમાં ખસેડાયેલા આધેડનું મોત


SHARE









મોરબીના ઘૂટું રોડે બાઈક સ્લીપ થતાં હેમરેજ થવાથી સારવારમાં ખસેડાયેલા આધેડનું મોત

મોરબીના ઘૂટું રોડ ઉપરથી બાઈકમાં આધેડ પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે તે રસ્તા ઉપર નીચે પટકાતા તેને માથામાં હેમરેજ થયું હતું જેથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા ત્યાં સારવાર દરમિયાન તે આધેડનું મોત નીપજ્યું છે જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રોયલ પાર્કમાં રહેતા જીતેશભાઈ અમુભાઈ મોટેરીયા (50) નામના આધેડ બાઈક ઉપર મોરબીના ઘુટુ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર આઇટીઆઇથી આગળના ભાગમાં તેનું બાઈક સ્લીપ થયું હતું અને અકસ્માતનો બનાવ બનેલ હતો જે બનાવમાં જીતેશભાઈને માથાના ભાગે હેમરેજ જેવી ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ જવામાં આવ્યા હતા જોકે, સારવાર કારગત ન નિવડતા જીતેશભાઈ મોટેરિયાનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ નંદરામભાઇ મેસવાણિયા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીના રફાળેશ્વર ગામે રહેતા પ્રભુભાઈ ગાંડુભાઇ નંદેસરીયા (58) નામના વૃદ્ધને રેલવે ફાટક પાસે રોડ ઓળંગતા સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો અને તે બનાવમાં ઈજા પામેલા વૃદ્ધને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે




Latest News