મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સેંકડો મુસાફરો, રાહદારીઓના તનમનને ટાઢક પહોંચાડવા કાચીકેરીના શરબતનું વિતરણ


SHARE









મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સેંકડો મુસાફરો, રાહદારીઓના તનમનને ટાઢક પહોંચાડવા કાચીકેરીના શરબતનું વિતરણ
 
આ કાળઝાળ ગર્મી, અગનગોળો બનતા શહેરો અત્ર, તત્ર, સર્વત્ર ઝાંઝવાના જળની જેમ અંગ દજાડતી લુ નું સામ્રાજ્ય અને તેમાં પણ બપોરના સમયે મુસાફરી કરવા નીકળી એસટી ડેપોમાં પરસેવેથી ન્હાતા મુસાફરો.આવા કપરા સમયમાં પણ સેવાભાવી સંસ્થાઓ દ્વારા છાસથી માંડી લોકોના તનમનને ટાઢક પહોંચે છે તેવા સેવાકાર્યો મોરબી સહીત અનેક શહેરોમાં કરવામાં આવતા હોય છે, ત્યારે મુસ્કાન વેલ્ફેર સોસાયટી મોરબી દ્વારા પણ મોરબીના નવા બસ સ્ટેશન ખાતે ગરમીમાં શેકાતા મુસાફરો માટે ખાસ તન, મનને ટાઢક આપવા સાથે સ્વાદિષ્ટ, આરોગ્યપ્રદ અને ઉર્જા પુરી પાડનારૂ કાચીકેરીનું સરબત સંસ્થાના સભ્યોએ જાતે જ બનાવ્યુ અને નવા બસ સ્ટેશન ખાતે જાતે જ વિતરણ કર્યું હતુ.જેનો ૫૦૦ થી વધારે રાહદારીઓ અને મુસાફરોએ લાભ લીધો હતો અને ગરમીમાં રાહત મેળવી, ઠંડકનો અહેસાસ કર્યો હતો. જયારે સંસ્થાના મહિલા સભ્યોએ એક માનવસેવાનું વધુ એક કાર્ય કરી સંતોષ અનુભવ્યો હતો. સાથો સાથ સંસ્થાના સભ્યોએ આવનારા સમયમાં પણ અનેકવિધ સેવાકાર્યો કરવા સંકલ્પબદ્ધ હોવાનું સંસ્થાની યાદીમાં જણાવાયુ છે.



Latest News