મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબીમાં ભયજનક રીતે ટ્રક ચલાવી પોલીસને ગંભીર ઈજા પંહોચાડવાના ચકચારી ગુનામાં આરોપીના જામીન મંજુર


SHARE









મોરબીમાં ભયજનક રીતે ટ્રક ચલાવી પોલીસને ગંભીર ઈજા પંહોચાડવાના ચકચારી ગુનામાં આરોપીના જામીન મંજુર

મોરબીમાં તા.૩૧-૧-૨૫ ના રોજ આરોપી સલીમભાઈ યાકુબભાઈ વારૈયા તેના આઈશર ટ્રકમાં માલ સામાન ભરી જતા હોય મહેન્દ્રનગર ચોકડી પાસે ટ્રાફીક પોલીસ વાળાએ આરોપીને વાહન ઉભું રાખવાનું કહેતાં વાહનની સ્પીડ ધીમી કરવા જતા સમયે ટ્રાફીક પોલીસના કર્મચારીને ટ્રક અડાડી દઈ ગંભીર ઈજાઓ પંહોચાડવાનો મોરબી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ બનાવ બનેલ.ત્યાર બાદ ફરીયાદ નોંધાતા પોલીસ દ્વારા આરોપીની ઘરપકડ કરવામાં આવેલ.જેથી આ ગુનામાં ચાર્જશીટ રજુ થતાં આરોપી દ્વારા પોતાના વકીલ મારફત મોરબી સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરતાં આ ચક્યારી પ્રકરણના આરોપીના જામીન સેશન્સ કોર્ટે મંજુર કર્યા છે.

જેમાં આરોપી તરફે મોરબીના યુવા વકીલ ખુશ્બુ પી.વીસાણી રોકાયેલ હતાં.તેમની ધારદાર દલીલો સાંભળી આરોપીના જામીન મંજુર કરવામાં આવ્યા હતાં.જેમાં વકીલ ખુશ્બુ પી.વીસાણી દ્રારા ધારદાર દલીલો કરવામાં આવી હતી તથા નામદાર હાઈકોર્ટ તથા નામદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટો રજૂ કરતાં મોરબીની સેશન્સ કોર્ટ દ્વારા આરોપીના જામીન મંજુર કરવામાં આવેલ છે.આ કામમાં આરોપી તરફે મોરબીના યુવા વકીલ ખુશ્બુ પી.વસાણી રોકાયેલ હતાં.




Latest News