મોરબીના ટિંબડી પાસે બાઈકને ડમ્પર ચાલકે હડફેટ લેતા આધેડનું મોત
મોરબીના ઘૂટું રોડે રોંગ સાઈડમાં આવેલા ડમ્પરના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત
SHARE







મોરબીના ઘૂટું રોડે રોંગ સાઈડમાં આવેલા ડમ્પરના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત
મોરબીના ઘૂટું રોડ ઉપર જુદાજુદા બે બાઈકમાં ચાર યુવાનો આઈટીઆઈની પાછળના ભાગમાં ન્હાવા માટે જઈ રહ્યા હતા દરમિયાન યુવાનના ડબલ સવારી બાઈકને સામેથી રોંગ સાઈડમાં આવી રહેલા ડમ્પર ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં બાઇક ચલાવી રહેલ યુવાને માથા, હાથ અને શરીરને ગંભીર ઇજાઓ થયેલ હતી જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ધુતારી વિસ્તારમાં રહેતા કિશોરભાઈ અમરશીભાઈ અગેચાણીયા (45)એ હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ડમ્પર નંબર જીજે 36 વી 5051 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેમનો દીકરો વિશાલ કિશોરભાઈ અગેચાણીયા (20) તથા તેની સાથે બાઈક ઉપર ફરિયાદીનો કૌટુંબિક ભાણેજ અભય દિનેશભાઈ ગડેસીયા અને બીજા બાઈકમાં કિશનભાઇ અને અજય રમેશભાઈ અગેચાણીયા મોરબીના ઘુટુ રોડ ઉપર આઈ.ટી.આઈ.ની પાછળના ભાગમાં ન્હાવા માટે જઈ રહ્યા હતા ત્યારે વિશાલ અને અભય જે બાઈકમાં હતા તે બાઈક ટ્રકનો ઓવરટેક કરતાં સમયે સામેથી રોંગ સાઈડમાં આવેલા ડમ્પરના ચાલકે વિશાલના બાઇકને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં વિશાલને માથા, ડાબા હાથ તથા શરીરે ગંભીર ઇજાઓ થઈ હોવાના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જીને ડમ્પર ચાલક પોતાનુ વાહન સ્થળ ઉપર મૂકીને નાસી ગયો હતો જેથી આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.
