મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબીના ટિંબડી પાસે બાઈકને ડમ્પર ચાલકે હડફેટ લેતા આધેડનું મોત


SHARE









મોરબીના ટિંબડી પાસે બાઈકને ડમ્પર ચાલકે હડફેટ લેતા આધેડનું મોત

મોરબીના ટિંબડી પાસે રવિવારે સવારે વાહન અકસ્માતનો બનાવ બનેલ હતો ત્યારે હોટલ માટે દૂધ લેવા માટે જઇ રહેલા આધેડના બાઇકને ડમ્પરના ચાલકે હડફેટે લેતા આધેડને ગંભીર ઇજા થયેલ હતી અને તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવેલ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ ગાળા ગામના અને છેલ્લા ઘણા વર્ષોથી ટિંબડી ગામે રહેતા ગોવિંદભાઈ ભાયાભાઈ ઝાપડા (50) નામના આધેડ બાઇક લઈને રવિવારે સવારે 5:30 વાગ્યાના અરસામાં બાઇક લઈને હોટલ માટે દૂધ લેવા જઈ રહ્યા હતા ત્યારે ડમ્પર નંબર જીજે 13 એડબલ્યુ 8146 ના ચાલકે તેના બાઇકને હડફેટે લેતા ગોવિંદભાઈ ઝાપડાનું મોત નીપજયું હતું વધુમાં પોલીસ પાસેથી મળી રહેલી માહિતી મુજબ મૃતકને સંતાનમાં પાંચ દીકરી અને એક દીકરો છે તેઓ મોરબીના સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ પાસે ચા ની હોટલ છે અને તેઓ હોટલે દૂધ લઈ જવા માટે જતાં હતા ત્યારે ડમ્પર ચાલકે તેઓના બાઇકને હડફેટે લીધું હતું હાલ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરાએ બનાવની આગળની તપાસ હાથ ધરી છે. અને મૃતકના પરિવારજનની ફરિયાદ લેવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

બાઈકમાંથી પડી જતા ઇજા

મોરબીના ખારચિયા ગામે રહેતા પરિવારનો હર્ષિલ હર્ષદભાઈ વાગડિયા નામનું પાંચ વર્ષનું બાળક પાછળ બેસીને જતો હતો ત્યારે ખારચિયા અને આમરણ ગામની વચ્ચે બાઇક સ્લીપ થયું હતું જેથી બાળકને ઇજા થયેલ હતી અને તેને સાગર ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો જ્યારે મોરબી તાલુકાના વાંકડા ગામે રહેતા હાર્દિકભાઈ જયંતીભાઈ વડગાસીયા (28) નામના યુવાનને હળવદ રોડ ઉપર ઉંચી માંડલ અને તળાવિયા સનાળા વચ્ચે બાઇક સ્લીપ થવાથી ઇજા થયેલ હતી જેથી તેને પણ સારવાર માટે ખસેડાયો હતો




Latest News