મોરબીના ઘૂટું રોડે રોંગ સાઈડમાં આવેલા ડમ્પરના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત
વાંકાનેરના વઘાસિયા ગામે 60 બાચકામાં ભરેલ 4.71 લાખની કિંમતના 152 મણ જીરુંની ચોરી
SHARE







વાંકાનેરના વઘાસિયા ગામે 60 બાચકામાં ભરેલ 4.71 લાખની કિંમતના 152 મણ જીરુંની ચોરી
વર્તમાન સમયમાં તસ્કરો મકાન, દુકાન, કારખાના કે વિગેરે કોઈપણ જગ્યાએ જે વસ્તુ હાથમાં આવે તેની ચોરી કરતા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે તેવામાં વાંકાનેર નજીક આવેલ વઘાસિયા ગામે વૃદ્ધના જૂના ઘરની ઓસરીમાં જીરુના બાચકા ભરીને મૂકવામાં આવ્યા હતા જેમાંથી એક બે નહીં પરંતુ જીરૂના 60 બાચકાની ચોરી કરવામાં આવેલ છે જેથી 4,71,200 ના મુદામાલની ચોરી થઈ હોવાની ભોગ બનેલા વૃદ્ધ દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેરમાં આવેલ આશિયાના સોસાયટીમાં રહેતા અને ખેતી કામ કરતા હબીબભાઈ વલીભાઈ માથકિયા (72)એ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, વાંકાનેર નજીક આવેલ વઘાસીયા ગામે તેઓના જૂના ઘરની ઓસરીમાં તેમણે પ્લાસ્ટિકના જુદા જુદા 60 બાચકામાં કુલ મળીને 172 મણ જીરૂનો જથ્થો ભરીને મૂક્યો હતો અને આ જીરુંના બાચકાની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી 4,71,200 રૂપિયાની કિંમતના જીરુંની ચોરી થઈ હોવાની ભોગ બનેલ વૃદ્ધ દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી છે.
