વાંકાનેરના વઘાસિયા ગામે 60 બાચકામાં ભરેલ 4.71 લાખની કિંમતના 152 મણ જીરુંની ચોરી
મોરબી, હળવદ અને વાંકાનેરના તીથવા ગામે જુગારની ચાર રેડ: 4 મહિલા સહિત કુલ 13 ઝડપાયા
SHARE







મોરબી, હળવદ અને વાંકાનેરના તીથવા ગામે જુગારની ચાર રેડ: 4 મહિલા સહિત કુલ 13 ઝડપાયા
મોરબીના ત્રાજપર વિસ્તારમાં બે અને હળવદ શહેર તેમજ વાંકાનેરના તીથવા ગામે જુગારની એક એક રેડ કરવામાં આવી હતી જેમાં કુલ મળીને ચાર મહિલાઓ સહિત 13 વ્યક્તિ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની ધરપકડ કરીને રોકડ કબજે કરી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારના ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબીના સામા કાંઠા વિસ્તારમાં ત્રાજપર નજીક ઓરિએંટલ બેન્ક વાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી નીતિનભાઈ અરુણભાઈ વરાણીયા (29), પુરીબેન નીતિનભાઈ વરાણીયા (28) અને રસીલાબેન મનીષભાઈ વરાણીયા (45) રહે. બધા ત્રાજપર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 1250 રૂપિયાની રોકડ કબજે કરી હતી આવી જ રીતે જુગારની બીજી રેડ ત્રાજપર ગામે અવેળા પાસે જાહેરમાં કરવામાં આવી હતી અને ત્યાં જાહેરમાં જુગાર રમતા નટવરલાલ વશરામભાઈ વરાણીયા (70), મંજુબેન દિનેશભાઈ સનુરા (45) અને જ્યોતિબેન માનસિંગભાઈ સનુરા (60) રહે. બધા ત્રાજપર વાળા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 2220 રોકડ કબજે કરી હતી અને જુગારના બંને ગુના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે
વાંકાનેર તાલુકાના તીથવા ગામે કોળીવાસમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે તાલુકા પોલીસની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી નવઘણભાઈ પ્રવીણભાઈ સીતાપરા (30) રહે. તીથવા, મગનભાઈ કરસનભાઈ સાથલીયા (50) રહે. તીથવા દેશમભાઈ ઉદલીયાભાઈ ધાણક (27) રહે. નવા પેટ્રોલ પંપની બાજુમાં વાંકાનેર તથા દિનેશભાઈ વશરામભાઈ સીતાપરા (35) રહે. તીથવા વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 7200 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે જ્યારે હળવદમાં પંચમુખી ઢોરા અવાડા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી મુન્નાભાઈ સોમભાઈ પારેવાડીયા (40), નીતિનભાઈ ખીમશંકરભાઈ જોશી (60) અને વિક્રમભાઈ ડાયાભાઈ સીતાપરા (30) રહે. બધા હળવદ વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 4,050 ની રોકડ કબજે કરી હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
