મોરબીમાં બચુબાપાના અન્નક્ષેત્રએ આતંક મચાવનાર બંને આરોપીઓની ધરપકડ
મોરબી કાલીકા પ્લોટમાં ખંડેર મકાનમાંથી 96 બોટલ દારૂ રેઢો મળ્યો: આરોપીની શોધખોળ
SHARE
મોરબી કાલીકા પ્લોટમાં ખંડેર મકાનમાંથી 96 બોટલ દારૂ રેઢો મળ્યો: આરોપીની શોધખોળ
મોરબી કાલીકા પ્લોટમાં આવેલ ખંડેર મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ઇંગ્લીંશ દારૂની જુદીજુદી બ્રાન્ડની 96 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 56892 નો મુદામાલ કબજે કર્યો હતો અને એ ડિવિઝનમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ એમ.પી.પંડ્યાની સૂચના મુજબ સ્ટાફ કામ કરે છે તેવામાં શક્તિસિંહ ઝાલા, ભાવેશકુમાર મિયાત્રા તથા ભગીરથસિંહ ઝાલાને સયુંકતમાં ખાનગી હકિકત મળેલ હતી કે, મોરબી કાલીકા પલોટમાં સાયન્ટીફીક મેઇન રોડ ઉપર આઝાદ ચોકમાં એક બંધ મકાનમાં કોઇ અજાણ્યા શખ્સ દ્વારા દારૂનો જથ્થો વેચાણ કરવા માટે રાખવામા આવેલ છે જેથી કરીને એલસીબીની ટીમે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ઇંગ્લીંશ દારૂની જુદીજુદી બ્રાન્ડની 96 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 56,892 નો મુદામાલ કબજે કર્યો હતો અને એ ડિવિઝનમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.