મોરબીની તપોવન વિદ્યાલય પરિવાર દ્વારા શહિદ વીર જવાનના પરિવારને કરાઇ આર્થિક મદદ મોરબીમાં રહેતા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પૂર્વ સલાહકાર દ્વારા ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરરજો આપવાની માંગ ભૂકંપથી ખંઢેર બની ગયેલ મોરબીની એલ.ઇ. કોલેજ અંદાજે 108 કરોડના ખર્ચ રજવાડાએ આપેલ મહેલ જેવી મૂળ સ્થિતિમાં લઈ આવવામાં આવે તેવા સંકેત મોરબીમાં ગંગાસ્વરૂપ સહાય સમિતિ દ્વારા ગંગા સ્વરૂપ બહેનોની તેમજ વંચિત વર્ગની દીકરીઓના ૧૦ માં સમૂહ લગ્નોત્સવનું આયોજન આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસ ખાતે બેટી બચાવો, બેટી પઢાવો કાર્યક્રમ કરવામાં આવ્યો તેરા તુજકો અર્પણ: મોરબીમાં DYSP પી.એ.ઝાલાના હસ્તે લોકોને 12.07 લાખનો મુદામાલ પરત અપાયો મોરબી કોર્પોરેશન ડે ની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણ કરાયું ટંકારા તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સ્ટાફની ભરતી કરાશે; અરજી કરવાનું શરૂ
Breaking news
Morbi Today

મોરબીના આમરણ ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ ૧૨,૩૧૦ ની રોકડ સાથે પકડાયા


SHARE











મોરબીના આમરણ ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ ૧૨,૩૧૦ ની રોકડ સાથે પકડાયા

મોરબીના આમરણ ગામે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી આધારે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ચાર ઇસમો મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૨,૩૧૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી.

મોરબી એલસીબીના પીઆઇ એમ.પી.પંડયાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે તેવામાં ઇશ્વરભાઇ કલોતરા, ભરતભાઇ જીલરીયા અને દશરથસિંહ પરમારને સયુકતમાં ખાનગી બાતમીરાહે હકિકત મળેલ હતી કે, આમરણ ગામમાં આવેલ દાવલશા વાસની પાછળ બાવળની કાંટમાં વોકળાના કાંઠે તીન પતીનો જુગાર રમે છે, જેથી ત્યા જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ઇમતીયાજભાઇ જુનેશભાઇ તૈલી, વલમજીભાઇ ભગવાનજીભાઇ અંબાણી, બાબુલાલ વાઘજીભાઇ શેરશીયા અને રમેશકુમાર કેશવદાસ ચૌહાણ રહે. બધા જ આમરણ વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે આરોપી પાસેથી રોકડા ૧૨,૩૧૦ કબજે કર્યા હતા અને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

મહિલા સારવારમાં
ટંકારાના હડમતીયા ગામે સાર્થક પ્લાસ્ટિક નામના યુનિટના લેબર ક્વાર્ટરમાં રહીને મજૂરી કામ કરતા સુશીલાબેન દિલીપભાઈ સંગોળ નામની ૨૦ વર્ષીય પરિણીતાએ લેબર કવાટરમાં ગળેફાંસો ખાઈ લીધો હતો.જેથી તેણીને અત્રે ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી.જાણ થતા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટાફના ડી.એ. જાડેજાએ તપાસ કરતાં સામે આવ્યુ હતુ કે પતિ સાથે બોલાચલી થતા લાગી આવતા સુશીલાબેને ઉપરોક્ત પગલું ભર્યું હતું.જ્યારે હળવદ તાલુકાના ચૂંપણી ગામના નોંઘાભાઈ સામતભાઈ કોળી નામના ૫૬ વર્ષના ઈધેડ શિવપુર ગામેથી પરત ચૂંપણી જતા હતા ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થતા ઇજા પામતા સારવારમાં મોરબી લાવવામાં આવ્યા હતા.

ગાળો બોલવાની નામ પાડતા માર માર્યો
મોરબીના લીલાપર રોડ ચાર માળિયા ખાતે રહેતા સવિતાબેન લાલજીભાઈ ધોળકિયા (કોળી) નામના ૩૫ વર્ષીય મહિલાએ સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે આરૂફ, માયાભાઈ, વિશાલ કોળી, રફીક શાહમદાર અને મનિષાબેન રહે.બધા ચાર માળિયા સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, સામેવાળાઓ ગાળો બોલતા હોય તેમના પતિએ તેઓને ગાળો બોલવાની ના પાડી હતી.જેથી ઉશ્કેરાઇ જઈને ઉપરોક્ત પાંચેય લોકોએ એકસંપ કરીને ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો.!






Latest News