મોરબીના આમરણ ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ ૧૨,૩૧૦ ની રોકડ સાથે પકડાયા
મોરબીના નાનીવાવડી ગામે રૂપિયા માટે યુવાનની નિર્મમ હત્યા કરનારા બે શખ્સની ધરપકડ
SHARE
મોરબીના નાનીવાવડી ગામે રૂપિયા માટે યુવાનની નિર્મમ હત્યા કરનારા બે શખ્સની ધરપકડ
મોરબીના નાનીવાવડી ગામે રહેતા યુવાને ગામના જ બે શખ્સ પાસેથી રૂપિયા ઉછીના લીધેલ હતા અને તે રૂપિયા પાછા લેવા માટે યુવાનને ગામ નજીક આવેલ તળાવ કાંઠે બોલાવવામાં આવેલ હતો અને ત્યાં યુવાનને માથા તેમજ શરીરે બોથડ પદાર્થ વડે ઘા મારીને ગંભીર ઇજા કરી હતી અને તે યુવનની હત્યા કરવામાં આવી હતી જેથી મૃતક યુવાનના પિતાએ ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નાનીવાવડી ગામે રહેતા ભાણજીભાઈ મોતીભાઈ મકવાણા (75)એ હેમંત પ્રેમજીભાઇ સોલંકી અને ગૌતમભાઇ હીરાભાઇ ઉભડીયા રહે બંને નાનીવાવડી મોરબી વાળાની તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે તેના નાના દીકરા દિપકભાઈ ભાણજીભાઈ મકવાણા (32) કડિયાકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો અને જે તે સમયે હોસ્પિટલનો ખર્ચ આવી જવાથી ફરિયાદીના દીકરાએ બંને આરોપીઓ પાસેથી ઉછીના રૂપિયા લીધેલ હતા જે રૂપિયા પરત ન આપી શકતા બંને આરોપીઓએ તેના દીકરાને નાની વાવડી ગામે આવેલ દશામાના મંદિરની પાછળના ભાગમાં તળાવના કાંઠે બોલવેલ હતો.
જો કે, ફરિયાદીના મોટા દીકરા વસંતભાઇ અસ્થિતર મગજના છે અને તેને હાથમાં ફ્રેકચર થયેલ હોવાથી તેનું ઓપરેશન કરવાનું હતું અને તે બંને હોસ્પિટલે હતા અને ત્યાં રોકાવું પડે તેમ હતું જેથી ચાદર મંગાવવા માટે તેઓએ તેના દીકરા દિપકભાઈને ફોન કર્યો હતો ત્યારે તેનો ફોન હેમંત પ્રેમજીભાઇ સોલંકીએ ઉપડયો હતો અને કહ્યું હતું કે તારા દીકરાએ મારી અને ગૌતમભાઇ હીરાભાઇ ઉભડીયા પાસેથી ઉછીના રૂપિયા લીધેલ હતા જે પાછા આપેલ નથી જેથી તું તારા દીકરા વતી રૂપિયા આપી દે તેવું કહ્યું હતું અને ફરિયાદીના દીકરાને માર નાખવાની બંને આરોપીઓએ ફોન ઉપર ફરિયાદીને ધમકી આપેલ હતી.
ત્યાર બાદ બીજા દિવસે સવારે તેઓને રણછોડભાઈ મકવાણાનો ફોન આવેલ હતો અને કહ્યું હતું કે, તમારા દીકરા દીપકભાઈનું તળાવના કાંઠે મર્ડર થઈ ગયું છે તેઓ તાત્કાલિક તેના દીકરા વસંતભાઇને સાથે લઈને ત્યાં ગયા હતા ત્યારે હત્યા કરેલ હાલતમાં દીપકભાઈનો મૃતદેહ ત્યાં પડ્યો હતો અને બાદમાં આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતાએ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ હતા અને આ ગુનામાં તાલુકા પીઆઇ એસ.કે.ચારેલ અને તેની ટિમ દ્વારા આરોપી હેમાંશુ ઉર્ફે હેમંત પ્રેમજીભાઇ સોલંકી (19) અને ગૌતમભાઇ હીરાભાઇ ઉભડીયા (29) રહે બંને નાનીવાવડી મોરબી વાળાની ધરપકડ કરીને આરોપીઓના રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરેલ છે.









