મોરબીના રામકુવા નજીક નશાની હાલતમાં કાર ચલાવતા શખ્સને ચેક કરતા બે બોટલ દારૂ પણ મળી
SHARE
મોરબીના રામકુવા નજીક નશાની હાલતમાં કાર ચલાવતા શખ્સને ચેક કરતા બે બોટલ દારૂ પણ મળી
મોરબી-વાંકાનેર હાઇવે ઉપર ત્રાજપરની સામેના ભાગમાં આવેલ રામકુવા નજીકથી સ્કોર્પિયો કાર નીકળી હતી અને તેને અટકાવીને ચેક કરવામાં આવતા ચાલક પીધેલી હાલતમાં હોય અને તેને કારની તલાસી દરમિયાન કારમાંથી બે બોટલ દારૂ મળેલ હોય ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
મોરબી બી ડિવિઝન પોલીસના જણાવ્યા પ્રમાણે ત્રાજપરની સામે વાંકાનેર જતા હાઇવે ઉપર આવેલ રામકુવા નજીક શિવશક્તિ કોમ્પ્લેક્સ નજીકથી નીકળેલ કાળા કલરની સ્કોર્પીયો કાર નંબર જીજે ૨ ઇજી ૩૦૩ ને અટકાવવામાં આવી હતી.ત્યારે કુલદીપસિંહ દિલીપસિંહ જાડેજા (૩૬) રહે.હાલ રાતીદેવડી તા.વાંકાનેર મૂળ રહે.મયુર સોસાયટી ત્રાજપર પાસે સામાકાંઠે મોરબી-૨ નશાની હાલતમાં હોય તેમજ કારની તલાસી દરમિયાન કારમાંથી બે બોટલ દારૂ મળી આવતા રૂપિયા ૭૧૪ ની કિંમતનો દારૂ તથા રૂપિયા પાંચ લાખની કિંમતની કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને પોલીસે હાલ કુલદીપસિંહ જાડેજા સામે કેસ દાખલ કરીને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.જેની આગળની તપાસ મોમજીભાઇ ચૌહાણ ચલાવી રહ્યા છે.
વૃદ્ધનું મોત
મોરબી જિલ્લાના માળીયા મીંયાણા તાલુકાના મોટા દહીંસરા ગામે રહેતા કચરાભાઈ સવાભાઈ મિયાત્રા નામના ૬૫ વર્ષના વૃદ્ધને અત્રે સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.અહીં જોઈ તપાસીને તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.હાર્ટ એટેકના લીધે તેમનું મોત નિપજયુ હોવાનું તપાસ અધિકારીએ જણાવે છે.
વાહન અકસ્માતમાં ઈજા
સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકાના સોખડા ગામે રહેતા કાળુભાઈ મંગાભાઈ ભરવાડ નામના ૪૬ વર્ષના યુવાન ગામમાં હતા અને ઘર તરફ જતા હતા ત્યારે રસ્તામાં તળાવની પાળ પાસે અચાનક બાઇકની આડે ઢોર આડુ ઉતરતા વાહન સ્લીપ થતા ફેક્ચર જેવી ઈજાઓ સાથે અત્રે શિવમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.