માળિયા (મી)નાં મોટા દહીસરા ગામે પાણી બાબતે માથાકૂટ: બંને પક્ષેથી કુલ 13 લોકોને ઇજા થતાં સારવારમાં
મોરબીમાં મિશન નવ ભારત, એબીવીપી અને સનાતન યુવા ગ્રુપ દ્વારા આતંકી હુમલામાં શહિદ થયેલ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ
SHARE
મોરબીમાં મિશન નવ ભારત, એબીવીપી અને સનાતન યુવા ગ્રુપ દ્વારા આતંકી હુમલામાં શહિદ થયેલ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ
મોરબીમાં મિશન નવ ભારતના હોદેદારો સહિતની ટીમે શનાળા રોડે આવેલ શહીદ સ્મારક ખાતે જઈને પહલગામમાં આતંકી હુમલા કરવામાં આવેલ હતો જેમાં નિર્દોષ લોકોના જીવ ગયા છે ત્યારે તેઓના આત્માની શાંતિ અર્થે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને આ ક્રૂર કૃત્ય કરનાર આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી આવી જ રીતે એબીવીપીની ટીમે શનાળા રોડે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે જઈને આતંકવાદી મુર્દાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ, ગોલી મારો સાલો કો દેશ કે ગદ્દારો કો જેવા સૂત્રોચાર કરવામાં આવ્યા હતા. અને આતંકી હુમલામાં જીવ ગુમાવનાર નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તો જમ્મુ-કાશ્મીરમાં પહેલગામ ખાતે આંતકવાદીઓએ નિર્દોષ પર્યટકોની હત્યા કરી છે જેથી કરીને સનાતન યુવા ગ્રુપ મોરબીના સભ્યોએ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢેલ છે અને સનાતન યુવા ગ્રુપ દ્વારા દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ છે. આવી જ રીતે હળવદમાં પણ આતંકવાદના વિરોધમાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને આતંકવાદીઓની સામે આકરા પગલાં લેવાની માંગ કરી હતી