મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે શિક્ષણ સાથે સંસ્કાર, માનવતા, પ્રકૃતિપ્રેમ અને પ્રતિભાનો અનોખો સંગમ મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલ ખાતે રાષ્ટ્રીય રમત ગમત દિવસની ઉજવણી કરાઇ હળવદના ચંદ્રગઢ અને રાયસંગપર ગામે જુગારની જુદીજુદી 2 રેડ 13 શખ્સો 1.85 લાખથી વધુના રોકડ સાથે પકડાયા મોરબીમાં ભાજપના હોદેદારને વ્યાજના ચક્રમાં ફસાવીને મારવા માટે મજબૂર કરનારા બે વ્યાજખોરની ધરપકડ મોરબી વન વિભાગમાં ટેન્ડરની સિક્યુરિટી પેટે બનાવટી એફડી રજૂ કરનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો: તપાસ શરૂ હળવદના ઘનશ્યામપુર ગામ નજીકથી 500 લીટર દેશી દારૂનો જથ્થો ભરેલી ઇકો ગાડી સાથે 3 ઝડપાયા: 4 લાખનો મુદ્દામાલ કબજે, 1 ની શોધખોળ મોરબી શહેર, હળવદના રાણેકપર અને માળિયાના જૂના દેવગઢ ગામે જુગારની 4 રેડમાં 22 શખ્સો ઝડપાયા મોરબી મહાપાલિકાએ પાલિકાના સમયમાં બનેલા બિન ઉપયોગી બે શુલભ શોચલાય તોડી પાડ્યા
Breaking news
Morbi Today

મોરબી : દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત


SHARE





મોરબી : દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત

મોરબીના હળવદ તાલુકાના રાતાભેર ગામે રમેશભાઈની વાડીએ રહી મજૂરી કામ કરતા પરિવારનો ગોપાલભાઈ છગનભાઈ તડવી નામનો ૪૦ વર્ષનો યુવાન ગત તા.૨-૪ ના રોજ અગમ્ય કારણોસર ઝેરી દવા પી ગયો હતો.જેથી તેને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.અહીં ટૂંકી સારવાર દરમિયાન તા.૭-૪ ના રોજ ગોપાલભાઈ તડવી નામના યુવાનનું મોત નીપજ્યું હતું.જેથી મોરબી ખાતે પ્રાથમિક તપાસ કરી બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી.

મહિલા સારવારમાં

મોરબીના વાવડી રોડ ગાયત્રીનગર બાપા સીતારામ મઢૂલી નજીક રહેતા સંગીતાબેન જયભાઈ વીડજા નામના ૨૩ વર્ષના મહિલા બાઇક પાછળ બેસીને વાવડી રોડથી પંચાસર રોડ જતા હતા ત્યારે રસ્તામાં હનુમાન મંદિર પાસે બાઈક સ્લીપ થવાના બનાવમાં ઇજા પામતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.જ્યારે મોરબી ગ્રીન ચોકમાં રહેતા મધુમતીબેન રમેશભાઈ મહેતા નામના ૫૦ વર્ષીય આધેડ મહિલા ઘરેથી બેકરીની દુકાને વસ્તુ લેવા જતા હતા ત્યારે રસ્તામાં અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા સારવારમાં ખસેડાયા હતા.તેમજ મોરબી લોહાણાપરા વિસ્તારમાં રહેતા હીનાબેન વિમલભાઈ મહેતા નામના ૪૯ વર્ષના મહિલા બાઈક પાછળથી પડી જતા ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે લઈ જવાયા હતા.

બાળક સારવારમાં

મોરબીના મહેન્દ્રપરા શેરી નંબર-૧૦ માં રહેતા પરિવારનો શિવમ મહેશભાઈ ગોસાઈ નામનો ૧૪ વર્ષનો બાળક વાવડી રોડ સત્યમ સ્કુલ પાસે હતો ત્યાં મારામારીમાં ઈજા થતા સારવાર માટે લઈ જવાયો હતો. તેમજ લીલાપર રોડ આવાસના ક્વાટરમાં રહેતા આરીફ ઈબ્રાહીમભાઇ શાહમદાર નામના ૧૮ વર્ષના યુવાનને તેના ઘર નજીક મારામારીમાં ઈજા થઈ હોય સારવારમાં લઈ જવાયો હતો અને યુનુસશા મોતીશા શાહમદાર (ઉંમર ૪૫) રહે. ચાર માળીયા કવાટર મોરબી ને ઘર નજીક મારામારીમાં ઈજા થતાં તેને પણ સારવાર માટે દવાખાને લઈ જવાયો હતો.

પડી જતા સારવારમાં

ટંકારાના સજનપર ગામના રહેવાથી અરજણભાઈ નારણભાઈ સિણોજીયા નામના ૬૭ વર્ષીય વૃદ્ધ મોરબીના નવા બસ સ્ટેન્ડ નજીક પડી ગયા હોય ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હતા.જ્યારે મોરબી વીસીપરા બિલાલી મસ્જિદ પાછળ રહેતા મુનીર અહેમદરજાક કાસમાણી નામના ૩૨ વર્ષના યુવાને ફિનાઈલ પી લેતા સારવાર માટે દવાખાને ખસેડાયો હતો.તેમજ મૂળ ઝારખંડ અને હાલ મોરબી રહેતા શંકરભાઈ ગોપ નામના ૨૮ વર્ષના યુવાનને છાતીના ભાગે ગંભીર દુખાવો થતા ૧૦૮ વડે તેને અહીંની શિવમ હોસ્પિટલે સારવાર માટે લઇ જવાયો હતો.




Latest News