માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

ટંકારા તાલુકામાં જુગારની રેડમાં 51 લાખનો તોડ કરનારા પીઆઇ-હેડ કોન્સટેબલને કોર્ટે ફરારી જાહેર કર્યા: 30 દિવસમાં હાજર થવા આદેશ


SHARE

















ટંકારા તાલુકામાં જુગારની રેડમાં 51 લાખનો તોડ કરનારા પીઆઇ-હેડ કોન્સટેબલને કોર્ટે ફરારી જાહેર કર્યા: 30 દિવસમાં હાજર થવા આદેશ

ટંકારાના પૂર્વ પીઆઇ અને હેડ કોન્સટેબલ સામે હોટલમાં કરેલ જુગારની રેડમાં તોડ કાંડ મુદે ફરિયાદ કરવામાં આવી હતી જેની તપાસ લીંબડીના ડીવાયએસપીને સોંપવામાં આવેલ છે જો કે, આરોપી હજુ સુધી મળી આવેલ નથી જેથી કોર્ટ મારફતે બંન્ને ફરારી જાહેર કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને બંને આરોપીઓને 30 દિવસમાં તપાસનીસ અધિકારી સમક્ષ હાજર થવા માટેનો આદેશ કરવામાં આવેલ છે.

ટંકારા તાલુકા પોઈસ સ્ટેશનના પીઆઇ યુવરાજસિંહ કિશોરસિંહ ગોહિલ અને તેની ટીમે ગત તા 27/10 ના રોજ લજાઈ નજીક વીરપર ગામની સીમમાં આવેલ કમ્ફર્ટ હોટલમા જુગારની રેડ કરવામાં આવી હતી અને હોટલના નંબર 105 માથી પ્લાસ્ટીકના કોઈન વડે તીન પત્તિનો જુગાર રમતા શખ્સો મળી આવ્યા હતા. જેથી પોલીસે ગોપાલભાઈ રણછોડભાઈ સભાડ, ચીરાગ રસીકભાઈ ધામેચા, રઘુવીરસિંહ ઉર્ફે દીપકસિંહ બહાદુરસિંહ જાડેજા, રવિ મસુખભાઈ પટેલ, વિલભાઈ રાજીભાઈ પટેલ, ભાસરભાઈ પ્રભુભાઈ પારેખ, કુલદીપસિંહ વનરાજસિંહ ગોહિલ, શૈલેષભાઈ ગંગદાસભાઈ ઠુમ્મર, નિતેષભાઈ નારણભાઈ ઝાલરીયાની સામે ગુનો નોંધ્યો હતો અને આ ગુનામાં રજનીકાન્ત ભરતભાઈ દેત્રોજાને પકડવાનો ત્યારે બાકી હતો.

જો કે, પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી રવિ મનસુખભાઇ પટેલે તેનુ નામ ખોટું આપેલ છે અને તેનું સાચું નામ તીર્થ અશોકભાઈ ફળદુ હોય ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ગુનામાં વધુ એક કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો આ જુગારની રેડની તપાસ રાજ્ય પોલીસ વડાએ એસએમસીને સોંપી હતી જેથી એસએમસીના એસપી નિર્લિપ્ત રાય, ડીવાયએસપી કે.ટી. કામરીયા સહિતનો જે તે સમયે કમ્ફર્ટ હોટલે આવ્યો હતો ત્યાર બાદ ટંકારાના જે તે સમયના પીઆઇ યુવરાજસિંહ કિશોરસિંહ  ગોહિલ અને હેડ કોન્સટેબલ મહિપતસિંહ હરિસિંહ સોલંકીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા આટલું જ નહીં પીઆઇ અને હેડ કોન્સટેબલની જિલ્લા બહાર બદલી પણ કરવામાં આવી હતી.

ત્યાર બાદ ગત ડિસેમ્બર મહિનાની 12 તારીખે એસએમસીના પીઆઇ આર.જી. ખાંટ દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટંકારના પહેલા અને પૂર્વ પીઆઇ યુવરાજસિંહ કિશોરસિંહ ગોહિલ તેમજ હેડ કોન્સટેબલ મહિપતસિંહ હરિસિંહ સોલંકી સામે ભ્રષ્ટાચાર અધિનિયમ અને બીએનએસની જુદીજુદી કલમ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને બંને રાજ્ય સેવકે ખોટા પુરાવાને સાચા તરીકે બતાવીને આર્થિક લાભ મેળવેલ છે અને 51 લાખ રૂપિયા લીધા હોવાની માહિતી સામે આવી હતી જે ગુનાની વધુ તપાસ લીંબડીના ડીવાયએસપી વી.એમ. રબારીને સોંપવામાં આવી હતી જો કે હજુ સુધી આરોપી પકડાયેલ નથી. મોરબી મહે. જિલ્લા સત્ર ન્યાયધીશ એવં વિશિષ્ટ અદાલત (એસીબી) દ્વારા બંને આરોપીઓને ફરારી જાહેર કરવા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને જાહેરનામું મુજબ આરોપી પીઆઈ યુવરાજસિંહ ગોહિલ અને હેડ કોસ્ટબલ માહિપતસિંહ સોલંકીને 30 દિવસમાં તપાસનીસ અધિકારી સમક્ષ હાજર થવા કોર્ટે હુકમ કર્યો છે.




Latest News