હળવદના ગોલાસણ અને પલાસણ ગામ વચ્ચે યુવાનની હત્યા: તપાસનો ધમધમાટ
SHARE








હળવદના ગોલાસણ અને પલાસણ ગામ વચ્ચે યુવાનની હત્યા: તપાસનો ધમધમાટ
મોરબી જીલ્લામાં હત્યાના બનાવો રોજિંદા બની ગયા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે હવે હળવદ તાલુકાનાં ગોલાસણ અને પલાસણ વચ્ચેથી યુવાનનું લાશ મળી આવેલ છે અને બોથડ પદાર્થ મારીને તેની હત્યા કરવામાં આવેલ હોવાનું પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને આરોપી સુધી પહોચવા માટે તજવીજ શરૂ કરવામાં આવેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લાના હળવદ તાલુકામા આવેલ ગોલાસણ અને પલાસણ વચ્ચે યુવાનનું લાશ પડી હોવાનું ગામના લોકોને જાણ થયેલ હતી જેથી કરીને ગામના લોકો ત્યાં એકત્રિત થયા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને મૃતક વ્યક્તિ પલાસણ ગામના રહેવાસી તરશીભાઈ નાગજીભાઈ વિઠ્ઠલપરા (45) વાળો હોવાનું સામે આવ્યું હતું અને તેના માથા અને શરીર ઉપર બોથડ પદાર્થના ઘા મારીને તેનું મોત નિપજાવ્યુ હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને હળવદ તાલુકા પોલીસે હાલમાં જુદીજુદી દિશામાં તપાસ શરૂ કરી છે અને મૃતક યુવાનના પરિવારજનની ફરિયાદ લેવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જો કે, હત્યા કોને કરી તે હજુ સુધી સામે આવ્યું નથી.

