મોરબી અંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા હુમલાની ઘટનાને દેશદ્રોહની શ્રેણીમાં મૂકી આતંકીઓને આકાર સજાની પીએમ સમક્ષ માંગ
SHARE









મોરબી અંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા હુમલાની ઘટનાને દેશદ્રોહની શ્રેણીમાં મૂકી આતંકીઓને આકાર સજાની પીએમ સમક્ષ માંગ
જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે હિન્દુ પ્રવાસીઓને ધાર્મિક ઓળખ પૂછીને કરવામાં આવેલી નિર્લજ્જ હત્યાના વિરોધમાં કલેક્ટર મારફતે પીએમને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને વિવિધ માંગણીઓ કરવામાં આવેલ છે.
જમ્મુ-કાશ્મીરના પ્રસિદ્ધ પર્યટન સ્થળ પહેલગામ ખાતે તાજેતરમાં બનેલી ઘટનામાં આતંકવાદીઓ દ્વારા હિન્દુ પર્યટકોની ધાર્મિક ઓળખ પૂછીને તેમની હત્યા કરવામાં આવી છે. આ ઘટના સમગ્ર રાષ્ટ્રને આઘાતગ્રસ્ત અને રોષિત કરનાર છે. આ માત્ર એક આતંકી હુમલો નથી, પરંતુ ભારતના બહુમત હિન્દુ સમુદાયની ધાર્મિક સ્વતંત્રતા, ઓળખ અને ગૌરવ પર સીધો હુમલો છે. ત્યારે વર્તમાન પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે આતંકવાદ સામે ખૂબ સાહસપૂર્વક લડત આપી છે. છતાં, આવી ઘટનાઓ એ સાબિત કરે છે કે હજી પણ હિન્દુ સમુદાય વિરુદ્ધ દુશ્મનાવટ ધરાવતા તત્ત્વો સક્રિય છે, જે આપણા દેશની એકતા, અખંડતા અને સામાજિક સદભાવને નુકસાન પહોંચાડવાનો ષડ્યંત્ર રચી રહ્યાં છે.
જેથી અંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ મોરબી જીલ્લા તરફથી જુદીજુદી માંગણીઓ પીએમ સમક્ષ કરવામાં આવેલ છે જેમાં આ ઘટનામાં સંડોવાયેલા તમામ આતંકવાદીઓને તાત્કાલિક ઝડપી લઈ તેમને ફાંસીની સજા આપો, જમ્મુ-કાશ્મીરમાં હિન્દુ યાત્રાળુઓ અને પર્યટકો માટે સ્થાયી અને અસરકારક સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરો, મૃતકના પરિવારજનોને યોગ્ય આર્થિક સહાય અને એક પરિવારજને સરકારી નોકરી આપવામાં આવે, દરેક ધાર્મિક સ્થળ અને યાત્રાઓ માટે એક સંકલિત રાષ્ટ્રીય સુરક્ષા નીતિ અમલમાં મૂકવામાં આવે અને ધાર્મિક આધાર પર કરવામાં આવેલી હિંસાને દેશદ્રોહની શ્રેણીમાં મૂકી સંડોવાયેલા તમામ આતંકીઓને કઠોર સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.
આ ઘટના માત્ર પીડિત પરિવારજનો માટે નહીં, પરંતુ સમગ્ર હિંદૂ સમાજ માટે એક આંતરિક ઘા છે. જેથી કરીને આ મુદ્દાને રાષ્ટ્રીય સુરક્ષા અને સામાજિક ન્યાય સાથે સંકળાયેલી ઘાતક ઘટના તરીકે લઇને તાત્કાલિક, કઠોર અને નક્કર પગલાં લેવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈપણ આતંકી તત્ત્વ ભારતભૂમિ પર આવી ન શકે તેવી માંગ કરેલ છે આ રજૂઆત ગીરીશભાઈ ઘેલાણી (સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ-આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ), સી.ડી.રામાવત (મોરબી જીલ્લા અધ્યક્ષ-આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ), પ્રતાપભાઈ ચગ, નેવિલભાઈ પંડિત, નેવિલભાઈ પંડિત, શ્યામભાઈ ચૌહાણ, લખનભાઈ કક્કડ, ધર્મેન્દ્રભાઈ કાલરીયા, ભાવીનભાઈ ઘેલાણી, નરેન્દ્રભાઈ પાવ, નિર્મિતભાઈ કક્કડ, પારસભાઈ ચગ, મહેન્દ્રભાઈ પટેલ, હીતેશભાઈ જાની, જયંતભાઈ રાઘુરા અને પપ્પુભાઈ ચંડીભમર સહિતના આગેવાનો જોડાયા હતા.
