હળવદના ચાડધ્રા ગામે રેતીની લીઝ રદ્દ કરવાની માંગ: નદી કાંઠે દેખાવો કરાયો
હળવદના પલાસણ ગામના યુવાનની જૂના ઝઘડાનો ખાર રાખીને પથ્થરના ઘા મારીને હત્યા
SHARE








હળવદના પલાસણ ગામના યુવાનની જૂના ઝઘડાનો ખાર રાખીને પથ્થરના ઘા મારીને હત્યા
હળવદ તાલુકાનાં ગોલાસણ અને પલાસણ વચ્ચેથી યુવાનની જૂના ઝઘડાનો ખાર રાખીને હત્યા કરેલ હાલતમાં લાશ મળી આવી હતી અને તે યુવાનને પથ્થરના ઘા મારીને તેની હત્યા કરવામાં આવી હતી જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના દીકરાની ફરિયાદ લઈને પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ હળવદના ગોલાસણ અને પલાસણ વચ્ચે યુવાનની હત્યા કરેલ હાલતમાં લાશ મળી આવી હતી જેથી તે બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતક વ્યક્તિ પલાસણ ગામના રહેવાસી તળશીભાઈ નાગજીભાઈ વિઠ્ઠલપરા (45) હોવાનું સામે આવ્યું હતું અને તેના માથા અને શરીર ઉપર પથ્થરના ઘા મારીને તેની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું આ બનાવ સંદર્ભે હાલમાં મૃતકના દીકરા વિજયભાઈ તળશીભાઈ વિઠ્ઠલપરા (26)એ ઝાલાભાઇ રામાભાઇ ભરવાડ રહે. પલાસણ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ફરિયાદીના પિતાને આરોપી સાથે અગાઉ ઝઘડો બોલાચાલી થયેલ હતા જે બાબતનું મનદુઃખ રાખીને આરોપીએ ફરિયાદીના પિતાને પથ્થર વડે માથાના ભાગે જીવલેણ ઇજાઓ કરીને તેની હત્યા કરેલ છે જેથી કરીને હાલમાં મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

