મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

ટંકારાના મિતાણા નજીક પેટ્રોલપંપ પાસેથી બલેનો કાર, રોકડા રૂપિયા તેમજ અગત્યના ડોક્યુમેન્ટની ચોરી: મોરબીમાંથી બાઈકની ઉઠાંતરી


SHARE

















ટંકારાના મિતાણા નજીક પેટ્રોલપંપ પાસેથી બલેનો કાર, રોકડા રૂપિયા તેમજ અગત્યના ડોક્યુમેન્ટની ચોરી: મોરબીમાંથી બાઈકની ઉઠાંતરી

ટંકારા તાલુકાના મીતાણા ગામ નજીક આવેલા પેટ્રોલ પંપ પાસે ખુલ્લી જગ્યામાં કાર ઉભી રાખી હતી જે કાર તથા તેમાં રોકડા રૂપિયા અને અગત્યના ડોક્યુમેન્ટ ભરેલ થેલો હતો તેની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ જોડીયા ગામના રહેવાસી અને હાલમાં રાજકોટના બેડી ગામે માર્કેટ યાર્ડની સામે ઇન્દ્રપ્રસ્થ-6 સોસાયટીમાં બ્લોક નં-7 માં રહેતા અમરીશભાઈ હેમરાજભાઈ ભીમાણી (31)અજાણ્યા શખ્સની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છેકે, ટંકારા તાલુકાના મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મીતાણા ગામ નજીક આવેલ શ્રી યદુનંદન પેટ્રોલ પંપની ખુલી જગ્યામાં ફરિયાદીએ પોતાની બલેનો ગાડી નંબર જીજે 36 એએફ 7261 પાર્ક કરીને મૂકી હતી જે 6 લાખ રૂપિયાની કિંમતની ગાડી તથા તેમાં રહેલ થેલામાં 25,000 રૂપિયા રોકડા અને અગત્યના ડોક્યુમેન્ટ ભરેલ હતા જે કારની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી હાલમાં 6,25,000 નો મુદ્દામાલ તથા અગત્યના ડોક્યુમેન્ટની ચોરી થઈ હોવા અંગેની ભોગ બનેલ યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બાઈકની ચોરી

મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ સુરજબાગ પાસે બચુબાપાના ઢાબા નજીક પાણીના ટાંકા પાસે બાઈક નંબર જીજે 3 સીએમ 9833 પાર્ક કરીને મૂક્યું હતું જે 40,000 ની કિંમતનું બાઇક ચોરી કરવામાં આવેલ છે જેથી નાનજીભાઈ જીવાભાઈ પરેશા (46) રહે. નવલખી રોડ સેન્ડ કરી ફાટક પાસે મફતિયાપરા મોરબી વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News