મોરબીના જાંબુડીયા પાસે કારખાનામાં કોઈ પ્રવાહી પી ગયેલ પોણા બે વર્ષની બાળકીનું મોત
મોરબી: બાગાયત ખાતની વિવિધ યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાયું
SHARE








મોરબી: બાગાયત ખાતની વિવિધ યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાયું
સરકાર દ્વારા બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ માટે આગામી ૩૧/૦૫/૨૦૨૫ સુધી આઈ-ખેડૂત પોર્ટલ-૨.૦ ખુલ્લુ મુકવામાં આવ્યું છે.
સરકારના બાગાયત ખાતાની વર્ષ ૨૦૨૫-૨૬ માટે સહાયલક્ષી યોજનાઓ જેવી કે “અર્ધ પાકા, કાચા મંડપ, શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન, સરગવાની ખેતીમાં સહાય, પપૈયામાં સહાય, કેળ (ટીસ્યુ)માં સહાય, કાપણીના સાધનો, પ્રોસેસીંગના સાધનો બાગાયતી પાકોના પ્રોસેસીંગ નવા યુનીટ, ઔષધિય સુગંધિત પાકોના નવા ડીસ્ટીલેશન યુનીટ, સ્વરોજગારલક્ષી બાગાયત નર્સરી, આંબા, જામફળ ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, ઘનિષ્ટ ખેતીથી વાવેલ ફળપાકો, ટીસ્યુકલ્ચર ખારેકની ખેતી, કમલમ ફળ વાવેતરમાં સહાય, નાળીયેરી વાવેતર વિસ્તાર, કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કાર્યક્રમ, ખેતર પર શોર્ટીંગ-ગ્રેડિંગ-પેકિંગ એકમો ઉભા કરવા, પપૈયા ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ, ફળપાક પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય, દાડમ ક્રોપ કવર/ખારેક બંચ કવર, આંબા તથા લિંબુ પાકના નવીનીકરણમાં સહાય, પેકિંગ મટીરીયલ્સમાં સહાય, વોટર સોલ્યુબલ ખાતરમાં સહાય, મહિલા તાલીમાર્થીઓને વૃતિકા (સ્ટાઇપેંડ) વગેરે જેવા ૪૭ ઘટકોમાં લાભ લેવા દરેક ખેડૂતોને અરજી કરવા માટે આગામી તા.૩૧/૦૫/૨૦૨૫ સુધી આઇ-ખેડુત પોર્ટલ ૨.૦, http//ikhedut.gujarat.gov.in ખુલ્લુ મુકવામાં આવ્યું છે
બાગાયતદારોને ઉપરોક્ત ઘટકોમાં સહાય લેવા માટે ખેડુત પોર્ટલ ૨.૦, http//ikhedut.gujarat.gov.in પર નોંધણી કર્યા બાદ જ ખેડુતો અરજી કરી શકશે. અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રીન્ટ લઇ ખેડુતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. આ સાધનિક કાગળોની નકલ મંજુરી મળ્યા બાદ ક્લેઇમ સબમીટ કરતી વખતે સહી કરી જિલ્લાની નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નં. ૨૨૬-૨૨૭, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબીના સરનામે રજુ કરવાના રહેશે તેવું મોરબી નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.

