મોરબી: બાગાયત ખાતની વિવિધ યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાયું
મોરબી વિટ્રીફાઇડ એસો.ના પ્રમુખે પહેલગામમાં થયેલ આતંકી હુમલાની ઘટનાને વખોડી કાઢી
SHARE








મોરબી વિટ્રીફાઇડ એસો.ના પ્રમુખે પહેલગામમાં થયેલ આતંકી હુમલાની ઘટનાને વખોડી કાઢી
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આંતકવાદીઓએ હુમલો કર્યો હતો તે ઘટનાને મોરબી સિરામિક વિટ્રીફાઇડ એસો.ના પ્રમુખ દ્વારા વખોડી કાઢવામાં આવેલ છે અને વડાપ્રધાન દ્વારા દોષિતોને કાયદાનું ભાન કરાવવામાં આવશે તેવી લાગણી વ્યક્ત કરેલ છે.
22 એપ્રિલ 2025 ના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આંતકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવેલ હતો અને નિર્દોષ પ્રવાસી ઉપર કાયરતાપૂર્ણ હુમલો કરીને પરિવાર સાથે ફરવા માટે આવેલા લોકોમાંથી 26 જેટલા નિર્દોષ પ્રવાસીની હત્યા કરવામાં આવી હતી અને ઘણા લોકો આ હુમલામાં ઘાયલ પણ થયા છે ત્યારે મોરબી સિરામિક વિટ્રીફાઇડ એસો.ના પ્રમુખ મનોજભાઇ એરવાડીયા દ્વારા પ્રત્યેક ભારતવાસી માટે અત્યંત પીડાદાયક આ હુમલાની ઘટનાને વખોડી કાઢવામાં આવેલ છે અને હુમલાના બનાવમાં મૃત્યુ પામેલા લોકોની આત્માને ભગવાન શાંતિ આપે અને તેઓના પરિવારના સભ્યોને દુઃખદ ઘટના સહન કરવાની શક્તિ ભગવાન આપે તેવી પ્રાર્થના કરેલ છે અને હુમલાની પાછળ જે કોઈ પણ ગુનેગાર હોય તેની સામે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ જલ્દીથી જલ્દી કાયદાની ભાષામાં જવાબ આપશે અને કાયદાનું ભાન કરાવશે તેવી લાગણી વ્યક્ત કરેલ છે.

