મોરબી વિટ્રીફાઇડ એસો.ના પ્રમુખે પહેલગામમાં થયેલ આતંકી હુમલાની ઘટનાને વખોડી કાઢી
ટંકારામાં સમસ્ત હિંદુ સમાજની આગેવાની હેઠળ મૌન રેલી યોજાઇ, આતંકીઓને આકરી સજાની માંગ
SHARE








ટંકારામાં સમસ્ત હિંદુ સમાજની આગેવાની હેઠળ મૌન રેલી યોજાઇ, આતંકીઓને આકરી સજાની માંગ
ટંકારામાં આજે સમસ્ત હિંદુ સમાજની આગેવાની હેઠળ મૌન રેલી યોજાઇ હતી અને હુમલાની ઘટનાને વખોડી કાઢીને આરોપીઓને કડક સજા કરવાની માંગ કરવામાં આવી છે સમગ્ર ભારત દેશની અંદર જમ્મુમાં થયેલા આતંકી હુમલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લાના ટંકારા શહેરની અંદર સમસ્ત હિન્દુ સમાજની આગેવાની હેઠળ આજે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં પટેલ એસોસિએશન તેમજ જુદા જુદા વેપારી એસોસિયેશન સહિતના એસોસિયેશન દ્વારા ટેકો આપવામાં આવેલ હતો અને બજરંગ દળ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો તેમજ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સહિતના લોકો ત્યાં હાજર રહ્યા હતા આ ઉપરાંત ટંકારાના સ્થાનિક લોકો પણ મૌન રેલીમાં મોટા પ્રમાણમાં જોડાયા હતા અને શહેરના મુખ્ય માર્ગો ઉપરથી આ મૌન રેલી નીકળી હતી અને આ રેલીમાં જોડાયેલા લોકો દ્વારા જે શખ્સોએ આતંકી હુમલો કર્યો હતો અને નિર્દોષ લોકોની હત્યા કરેલ છે તેની સામે આકરા પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને હુમલાની આ ઘટનાને સહુકોઈએ વખોડી કાઢી હતી

