ટંકારામાં સમસ્ત હિંદુ સમાજની આગેવાની હેઠળ મૌન રેલી યોજાઇ, આતંકીઓને આકરી સજાની માંગ
સ્ટોપ ટેરેરિઝમ, જમ્મુના હુમલામાં સંડોવાયેલા શખ્સોને આકારી સજા કરો: મોરબીના સુન્ની મુસ્લિમ સમાજની માંગ
SHARE









સ્ટોપ ટેરેરિઝમ, જમ્મુના હુમલામાં સંડોવાયેલા શખ્સોને આકારી સજા કરો: મોરબીના સુન્ની મુસ્લિમ સમાજની માંગ
મોરબીમાં સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા આજે જુના બસ સ્ટેશન પાસે મસ્જિદ નજીક આતંકવાદના પોસ્ટરનું દહન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રેલી યોજીને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આતંકવાદી હુમલો કરનારા આરોપીઓને આખરી સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે
જમ્મુના પહેલગામ ખાતે ગત તારીખ 22 ના રોજ આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો અને 26 જેટલા પ્રવાસીઓની નિર્મમ હત્યા કરવામાં આવી હતી અને આટલું જ નહીં તે લોકોને તેમનો ધર્મ પૂછીને તેમજ કપડાં કાઢીને ચેક કર્યા બાદ ગોળી મારવામાં આવી હતી જેથી આ હુમલાની સમગ્ર ભારત જ નહીં પરંતુ વિદેશમાં પણ નિંદા થઈ રહી છે ત્યારે મોરબીમાં આજે સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા ઈદગાહ ખાતે એકત્રિત થઈને જુના બસ સ્ટેશન પાસે આવેલ મસ્જિદ નજીક “સ્ટોપ ટેરેરિઝમ” ના બેનરને સળગાવવામાં આવ્યું હતું.
ત્યારબાદ ત્યાંથી લઈને જિલ્લા કલેક્ટર કચેરી સુધીની એક મોન બાઇક રેલી યોજાઇ હતી અને ત્યાર બાદ અધિક કલેકટર શિવરાજસિંહ ખાચરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ત્યારે મુસ્લિમ સમાજના આગેવાન ગુલામહુસેન પીલુડીયા સહિતનાઓએ કહ્યું હતું કે “આતંકવાદીનો કોઈ ધર્મ હોતો જ નહીં જેથી આ હુમલામાં સંડોવાયેલા શખ્સોને વહેલી તકે વીણી વીણીને શોધી કાઢવામાં આવે અને તેઓને આકરામાં આકરી સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે
આ ઉપરાંત મોરબીના સુન્ની મુસ્લિમ સમાજ ધર્મગુરુ આરીફ બાપુએ કહ્યું હતું કે, જે વ્યક્તિ કુરાનને અનુસરે છે તે જ મુસ્લિમ છે બાકી આવી રીતે ધર્મ પૂછીને ગોળી માટે તે મુસલમાન નથી જેથી આ આતંકી હુમલામાં જે લોકોની હત્યા થયેલ છે તેઓના આત્માની શાંતિ માટે મોરબી સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા દુઆઓ કરે છે અને જે લોકોના જીવ ગયા છે તેમના પરિવારમાંથી કોઈ કે વ્યક્તિને સરકારી નોકરી સહિતની તમામ સરકારી સહાય આપવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવેલ છે.
