મોરબી : સિરામિક ટાઈલ્સના વેપારીને એક વર્ષની જેલ સજા અને બમણી રકમનું વળતર ચૂકવવા હુકમ
મોરબીમાં સોની કામ કરતા કારીગરોનું સરપ્રાઈઝ ચેકિંગ કરતી પોલીસ
SHARE









મોરબીમાં સોની કામ કરતા કારીગરોનું સરપ્રાઈઝ ચેકિંગ કરતી પોલીસ
મોરબીના ગ્રીન ચોક પાસે સોની બજારમાં સોની કામ કરવા માટે થઈને બંગાળી કારીગરો આવતા હોય છે અને તેમાં બાંગ્લાદેશી કે અન્ય કોઈ નાગરીક છે કે કેમ તે ચેક કરવા માટે શનિવારે મોરબી જિલ્લા એસઓજી તથા એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું
તાજેતરમાં જમ્મુ ખાતે કરવામાં આવેલા આતંકવાદી હુમલાને લઈને સમગ્ર દેશની અંદરથી પાકિસ્તાનથી આવેલા મુસલમાનોને પાછા મોકલવા માટે નહીં કાર્યવાહી સરકારના આદેશ મુજબ પોલીસ સહિતના વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે જો મોરબી જિલ્લાની વાત કરીએ તો શનિવારે મોડી સાંજે મોરબી જિલ્લા એસઓજીના પીઆઈ એન.આર. મકવાણા તથા મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશનના પીએસઆઇ સહિતની ટીમ ગ્રીન ચોક વિસ્તારમાં પહોંચી હતી અને સોની બજારમાં સોની કામ કરવા માટે થઈને આવતા બંગાળી કારીગરોની પુછપરછ કરવામાં આવી હતી તેમજ તેઓના ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવ્યા હતા. હાલમાં એસઓજીના પીઆઇ પાસેથી મળતી વિગત પ્રમાણે બંગાળી કારીગરો જે જગ્યા ઉપર કામ કરી રહ્યા છે ત્યાંના ભાડા કરાર તથા તેઓના જરૂરી ડોક્યુમેન્ટ તેઓએ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આપ્યા હોવાની વિગતો સામે આવેલ છે અને કોઈ શંકાસ્પદ વસ્તુ સામે આવેલ નથી.
