મોરબીના હરદેવદાન ગઢવીએ ચારણી સાહિત્ય વિષય સાથે માસ્ટર ડિગ્રી મેળવી
હળવદના ચરાડવા નજીક ડબલ સવારી બાઇક સ્લીપ થતાં ઇજા પામેલ બે પૈકીના એક યુવાનનું મોત
SHARE








હળવદના ચરાડવા નજીક ડબલ સવારી બાઇક સ્લીપ થતાં ઇજા પામેલ બે પૈકીના એક યુવાનનું મોત
હળવદના ચરાડવા ગામ પાસેથી ડબલ સવારી બાઇક પસાર થઇ રહ્યું હતું ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા બે યુવાન પૈકી એક યુવાનનું મોત નીપજ્યું છે જેથી અકસ્માત મૃત્યુના બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ હળવદના ચરાડવા ગામે રહેતા સમરજીતસિંગ ચંદ્રેશવરસિંગ (18) અને અંકિતસિંગ રામેશ્વરસિંગ (17) નામના બે યુવાનો ચરડવા ગામ પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓનું ડબલ સવારી બાઈક ચરડવા ગામ નજીક સ્લીપ થયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં બંને યુવાનોને ઇજા થઈ હતી જેમાં સમરજીતસિંગને વધુ ઇજા થઈ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી અકસ્માતના બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
વૃદ્ધ સારવારમાં
મોરબીના રવાપર રોડ પર નિર્મલ વિદ્યાલયની સામેના ભાગમાં રહેતા જયંતીભાઈ નાનજીભાઈ અમૃતિયા (63) નામના વૃદ્ધ યદુનંદન ગૌશાળા તરફ જતા હતા ત્યારે રસ્તામાં તેઓનું બાઇક સ્લીપ થયું હતું અને અકસ્માત થયો હતો જેમાં ઇજા પામેલ વૃદ્ધને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

