હળવદના ચરાડવા નજીક ડબલ સવારી બાઇક સ્લીપ થતાં ઇજા પામેલ બે પૈકીના એક યુવાનનું મોત
વાંકાનેરના નવા વઘાસિયા-ટંકારાના સરાયા ગામે જુદીજુદી બે જગ્યાએ એક-એક યુવાને કર્યો આપઘાત
SHARE








વાંકાનેરના નવા વઘાસિયા-ટંકારાના સરાયા ગામે જુદીજુદી બે જગ્યાએ એક-એક યુવાને કર્યો આપઘાત
વાંકાનેરના નવા વઘાસિયા તથા ટંકારા તાલુકાના સરાયા ગામે જુદી જુદી બે જગ્યા ઉપર એક એક યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે જે બંને બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવોની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
વાંકાનેર નજીકના નવા વઘાસિયા ગામે રહેતા અને મજૂરી કામ કરતા તુલસીભાઈ દલપતભાઈ પરમાર (33) નામના યુવાને કોઇ કારણોસર પોતે પોતાની જાતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આવી જ રીતે ટંકારા તાલુકાના સરાયા ગામની સીમમાં આવેલ સ્લોગન કંપનીના લેબર ક્વાર્ટરમાં ત્રીજા માળે રહેતા મૂળ રાજસ્થાનના રહેવાસી નીરુભાઈ સોમાભાઈ પટેલ (20) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર લેબર ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને તેના મૃતદેહને ટંકારાની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
બાળક સારવારમાં
મોરબીમાં દલવાડી સર્કલ પાસે રહેતા અરુણ વિનોદભાઈ (6 મહિના) નામના બાળકને તેના પિતાએ ઘરે માર માર્યો હોવાથી ઇજા થઈ હતી જેથી તે બાળકને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

