વાંકાનેરના નવા વઘાસિયા-ટંકારાના સરાયા ગામે જુદીજુદી બે જગ્યાએ એક-એક યુવાને કર્યો આપઘાત
મોરબીના રંગપર નજીક કારખાનામાં રહેતા યુવાનને ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા મોત
SHARE








મોરબીના રંગપર નજીક કારખાનામાં રહેતા યુવાનને ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા મોત
મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામ નજીક સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનને કોઈ કારણોસર રાત્રિના સમયે ઇલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી તેને 108 મારફતે તાત્કાલિક તેને સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે
જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના રંગપર ગામ નજીક આવેલ સનટેન સિરામિક કારખાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા દાદુરામ બુજસેન (26) નામના યુવાનને રાત્રિના 12:00 વાગ્યાના અરસામાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી તેને તાત્કાલિક 108 મારફતે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ડોક્ટરે તે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
મહિલા સારવારમાં
મોરબીમાં રહેતા સપનાબેન રાહુલભાઈ ઠાકોર (34) નામના મહિલા માધાપરથી ઘરે જતા હતા ત્યારે ઉમિયા સર્કલ નજીક કોઈ અજાણ્યા બાઈક ચાલકે તેઓના વાહન સાથે અકસ્માત કર્યો હતો જેથી મહિલા નીચે પડી જતાં તેઓને ઈજા થઈ હોવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી
અકસ્માતમાં ઇજા
મોરબીની નાની બજારમાં રહેતા રસીદાબેન અબ્બાસભાઈ લાકડાવાલા (42) નામના મહિલા માર્કેટથી એકટીવા લઈને ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે જેલ રોડ ઉપર ઠાકરનો સામેના ભાગમાં કોઈ અજાણ્યા બાઇક ચાલકે તેઓના એકટીવાને ટક્કર મારતા અકસ્માત થયો હતો જેમાં મહિલાને ડાબા હાથે ઇજા થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.

