માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

જુનાગઢથી મોરબીની જેલમાં લઈ જવતો આરોપી પોલીસ જાપ્તાને ચકમો આપીને ફરાર


SHARE

















જુનાગઢથી મોરબીની જેલમાં લઈ જવતો આરોપી પોલીસ જાપ્તાને ચકમો આપીને ફરાર

જુનાગઢ જેલમાંથી જેલ બદલી માટે મોરબી જેલ ખાતે આરોપીને લઈને પીએસઆઈ સહિતના પોલીસ કર્મચારીઓ આવી રહ્યા હતા ત્યારે ટંકારાના મીતાણા ગામ પાસે તેઓનું સરકારી વાહન ગરમ થઈ ગયું હતું જેથી ખજૂરા હોટલના પાર્કિંગમાં વાહન ઉભું રાખ્યું હતું અને ત્યારે આરોપીએ ટોયલેટ જવું છે તેવું કહ્યું હતું જેથી તેને ટોયલેટ લઈ ગયા હતા અને ત્યાંથી બહાર નીકળીને આરોપીએ પોલીસ જવાનનો હાથ છોડાવીને હાથ કડી સાથે સ્થળ ઉપરથી નાશી ગયેલ છે જેથી જુનાગઢના પીએસઆઇ દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ જૂનાગઢના ભવનાથ પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા રવિશંકર સરદારસિંહ ડામોરએ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હરસુખ ઉર્ફે ચુવી કાળુભાઈ વાઘેલા રહે. જૂનાગઢ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપી કાચા કામનો આરોપી હોવાથી ફરિયાદી તથા સાહેદો તેને સરકારી વાહનમાં જેલ બદલી માટે મોરબી જેલ ખાતે લઈ જતા હતા દરમિયાન મીતાણા ગામથી આગળના ભાગમાં હાઇવે રોડ ઉપર અચાનક તેઓનું સરકારી વાહન ગરમ થઇ જતા ગાડીને ખજુરા હોટલના પાર્કિંગમાં ઉભી રાખવામાં આવી હતી ત્યારે આરોપીએ ટોયલેટ જવું છે તેવુ કહ્યું હતું જેથી તેને ખજૂરા હોટલના ટોયલેટમાં લઈ ગયા હતા અને ત્યાંથી બહાર નીકળતા સમયે આરોપીએ એએસઆઈ જયેશભાઈનો હાથ છોડાવીને ટોયલેટમાંથી બહાર નીકળીને હાથ કડી સાથે બાજુની દીવાલ ઠેકીને ત્યાંથી નાસી ગયો હતો જે બનાવ સંદર્ભે હાલમાં પીએસઆઇએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે.




Latest News