રાષ્ટ્રીય જ્યોતિષ અને રુદ્રાક્ષ અનુસંધાન સંસ્થાનમાં મોરબીના શાસ્ત્રી વિપુલભાઈ શુકલને ડ્રિસ્ટિક ચેરમેનની જવાબદારી મોરબીના સમાજ સેવા કેન્દ્ર દ્વારા વાસુર્ણા ખાતે બાળકોને રમત-ગમતના સાધનો અર્પણ કર્યા મોરબીમાં જૈન આચાર્ય દ્વારા બકરી ઇદના દિવસે આયંબિલ તપ કરીને કરુણા દિવસ તરીકે મનાવવા અનુરોધ મોરબીના મહેન્દ્રનગર ગામે સ્ટ્રોમ વોટર-ડ્રેનેજના 3.81 કરોડના કામનું કર્યું ખાતમુર્હત મોરબી જિલ્લા પંચાયતની 24 પૈકી 17 બેઠકો ભાજપના હાથમાં છતાં પ્રમુખ પદે કોંગ્રેસના ગીતાબેન દુબારિયા વિજેતા હળવદના ચરાડવા નજીક એસટીની વોલ્વો બસના ચાલકે ટ્રેકટરને હડફેટે લેતા ડીઝલ લેવા ગયેલા ખેડૂતનું ઘટના સ્થળે જ મોત મોરબીના રફાળેશ્વર ગામે અવાવરુ જગ્યાએ જતી રહેલ બે ભેંસને ખોરાક-પાણી ન મળતા મોત માળિયા (મી) નજીક કારનું ટાયર ફાટતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાન અને તેના માતા-પિતાને ઇજા
Breaking news
Morbi Today

રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર ટ્રેલરમાં ભરેલ સમાનની લોખંડની એંગલ સાથે અથડાતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત


SHARE











રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર ટ્રેલરમાં ભરેલ સમાનની લોખંડની એંગલ સાથે અથડાતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત

રાજકોટ અમદાવાદ હાઈવે રોડ ઉપરથી યુવાન બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક ટ્રેલરમાં ભરવામાં આવેલ લોખંડના સામાનની એંગલ બહારના ભાગે હતી તેની સાથે યુવાન અથડાયો હતો જેથી યુવાનને માથા તથા શરીરે ગંભીર જાઓ થઈ હતી અને ટ્રક ટ્રેલરનો ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો જો કે, ઇજા પામેલા યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામે રહેતા વિપુલકુમાર વેલજીભાઈ મેઘાણી (34) એ ટ્રક નંબર એમએચ 46 એએફ 9050 ના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, રાજકોટ અમદાવાદ હાઈવે રોડ ઉપર દેવાબાપાની જગ્યા પાસેથી આરોપી પોતાના હવાલા વાળો ટ્રક ટ્રેલર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેમાં ભરવામાં આવેલ લોખંડના સામાનની એંગલો ટ્રેલરની બહારના ભાગમાં નીકળેલી હાલતમાં હતી દરમ્યાન ફરિયાદીનો ભાઈ પ્રકાશભાઈ તેનું બાઈક નંબર જીજે 13 બીએચ 1549 લઈને વાંકાનેર બાઉન્ડ્રી તરફ જતો હતો ત્યારે દેવાબાપાની જગ્યા પાસે ટ્રક ટ્રેકરની સાઈડ કાપવા જતા તેમાં બહાર નીકળેલ લોખંડની એંગલ સાથે ફરિયાદીનો ભાઈ પ્રકાશભાઈ અથડાતાં તેને માથામાં અને શરીરે ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું અને અકસ્માતના આ બનાવ બાદ આરોપી તેનું વાહન લઈને નાશી ગયો હતો જેથી મૃતકના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News