એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું ઈન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્રારા યોજાયેલ કેમ્પનો ૨૦૧ દર્દીએ લાભ લીધો મોરબીની શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં પ્રથમ બેગલેસ-ડે ની ઉજવણી મોરબીના મોડપર ગામેથી બોલેરો લઈને મજૂર લેવા હળવદ ગયેલ યુવાન ગુમ મોરબીના બગથળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ડેન્ગ્યુ અટકાયતી કામગીરી હાથ ધરાઈ મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવાને કરેલ આપઘાતના ગુનામાં વધુ ત્રણ આરોપી પકડાયા મોરબીમાં મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં નગર દરવાજા ચોકમાં તાજીયાનું વિસર્જન કરાયું પ્રાથમિક સુવિધા નહી મળે તો મોરબીની ચિત્રકૂટ સોસાયટીમાં વિસાવદર વાળી થશે: સ્થાનિક લોકોની ચીમકી
Breaking news
Morbi Today

મોરબીના સરતાનપર રોડે અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો


SHARE

















મોરબીના સરતાનપર રોડે અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો

મોરબીના સરતનપર રોડ ઉપરથી યુવાન બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકને ટ્રક ચાલકે ડફેટ લેતા અકસ્માત થયો હતો જેમાં ઇજા પામેલ યુવાનને સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે ચાલુ સારવારમાં તેનુ મોત નીપજયું હતું જેથી આ બનાવમાં મૃતક યુવાનની પત્નીએ ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ બિહારના રહેવાસી અને હાલમાં મોરબીના નીચી માંડલ ગામ પાસે આવેલ કયુંસેવન સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા અને મજૂરી કામ કરતા સંજુબેન જગદીશભાઈ ઋષિ (22)એ હાલમાં ટ્રક નંબર જીજે 39 ટી 1603 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબીના સરતાનપર રોડ ઉપર મોટો સિરામિક કારખાના પાસેથી ફરિયાદીના પતિ જગદીશભાઈ સહદેવભાઈ ઋષિ (33) સાહે સુનિલભાઈનું બાઈક નંબર એમપી 37 ઝેડઇ 6412 લઈને જઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે તેઓના બાઇકને સામેથી ઠોકર મારી હતી જેથી અકસ્માત થયો હતો જેમાં ફરિયાદીના પતિને માથા અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ જવામાં આવ્યા હતા જોકે રાજકોટ ખાતે ચાલુ સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે હાલમાં મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસ છે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

વાહનમાં નુકશાન

મોરબીમાં આવેલ ઋષભનગર શેરી નં-3 માં રહેતા નરેન્દ્રભાઈ મુકેશભાઈ રાજગોર (41) એ ટ્રક નંબર જીજે 11 ટી 9696 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, લાલપર ગામ નજીક આવેલ ઓમકાર પેટ્રોલ પંપથી આગળના ભાગમાં રીયલ કોમ્પલેક્ષ સામે સર્વિસ રોડ ઉપરથી ફરિયાદી તેની કાર નંબર જીજે 36 એફ 6010 લઈને પેટ્રોલ પંપમાં ડીઝલ ભરવા માટે જતા હતા ત્યારે ટ્રકના ચાલકે ફરિયાદીની કારમાં ડ્રાઇવર સાઈડના પાછળના દરવાજા તથા પાછળના બમ્પરમાં તેનું વાહન અથડાવ્યું હતું જેથી તેની ગાડીમાં નુકસાન થયું હોય હાલમાં નરેન્દ્રભાઈ રાજગોરે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News