મોરબીના સરતાનપર રોડે અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો
હળવદનાં પલાસણ ગામના યુવાનની હત્યા કરનારા આરોપીની ધરપકડ
SHARE








હળવદનાં પલાસણ ગામના યુવાનની હત્યા કરનારા આરોપીની ધરપકડ
હળવદનાં ગોલાસણ અને પલાસણ વચ્ચેથી યુવાનની જૂના ઝઘડાનો ખાર રાખીને હત્યા કરવામાં આવી હતી અને તે મૃતક યુવાનને પથ્થરના ઘા મારીને તેની હત્યા કરવામાં આવી હતી જેથી મૃતકના દીકરાની ફરિયાદ લઈને પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
હળવદના પલાસણ ગામના રહેવાસી તળશીભાઈ નાગજીભાઈ વિઠ્ઠલપરા (45)ની હળવદ તાલુકાનાં ગોલાસણ અને પલાસણ વચ્ચે હત્યા કરેલ હાલતમાં લાશ મળી આવી હતી જેથી ગામના લોકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ત્યાં દોડી આવી હતી અને મૃતક તળશીભાઈ નાગજીભાઈ વિઠ્ઠલપરાને માથા અને શરીર ઉપર પથ્થરના ઘા મારીને તેની હત્યા કરવામાં આવી હોવાનું જોવા મળ્યું હતું જેથી તેની બોડીને પીએમમાં મોકલાવી હતી અને આ બનાવ સંદર્ભે મૃતકના દીકરા વિજયભાઈ તળશીભાઈ વિઠ્ઠલપરા એ પલાસણ ગામના રહેવાસી ઝાલાભાઇ રામાભાઇ મુંધવા સામે ફરિયાદ નોંધાવેલ હતું જેમાં જણાવ્યુ હતું કે, તેના પિતાને આરોપી સાથે અગાઉ ઝઘડો બોલાચાલી થયેલ હતી તેનું મનદુઃખ રાખીને આરોપીએ ફરિયાદીના પિતાને પથ્થર વડે માથાના ભાગે જીવલેણ ઘા મારીને હત્યા કરી છે જેથી પોલીસે હત્યાના આ ગુનામાં આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.

