મોરબીની ગોપાલ સોસાયટીમાં ઘરમાં જુગાર રમતા ચાર શખ્સ 39,400 ની રોકડ સાથે ઝડપાયા વાંકાનેરના મહીકા ગામ નજીકથી પોલીસે પીછો કરીને દારૂ ભરેલ ક્રેટા ગાડી સાથે એક આરોપીને દબોચ્યો: 5.95 લાખનો મુદામાલ કબ્જે હળવદના રણજીતગઢ ગામે રિસેસમાં શાળાએથી ઘરે જતી બાળકીનું રસ્તામાં સાયકલ ઉપરથી નીચે પડી જતાં મોત વાંકાનેર નજીક કેરાળાના પાટીયા પાસે ગટરમાંથી માથામાં ઇજા પામેલ હાલતમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો મોરબીના ઘુટુ ગામ પાસે આવેલ રામકો વિલેજ સોસાયટીમાં ઘર પાસે ફટાકડા ફોડવા બાબતે બઘડાટી: હવે સામસામી ફરિયાદ વાંકાનેરના ભલગામ પાસે ડમ્પર ચાલકે હડફેટે લેતા અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત માળીયા (મી)ના સુલતાનપુર ગામે જૂના ઝઘડોનો ખાર રાખીને યુવાન અને તેના મિત્રને 4 શખ્સોએ માર માર્યો મોરબીમાં યુવાનનું અપહરણ-લૂંટ અને તેના ભાઈ ઉપર છરી વડે જીવલેણ હુમલાના ગુનામાં 3 આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરના જોધપર ગામે બાળકો વચ્ચે થયેલ ઝઘડાનો ખાર રાખીને બે મહિલા સહિત વ્યક્તિએ 14 વર્ષની બાળકીને મારમાર્યો


SHARE









વાંકાનેરના જોધપર ગામે બાળકો વચ્ચે થયેલ ઝઘડાનો ખાર રાખીને બે મહિલા સહિત વ્યક્તિએ 14 વર્ષની બાળકીને મારમાર્યો

વાંકાનેરના જોધપર ગામે વણકરવાસ ચોકમાં બાળકો રમતા હતા ત્યારે તેઓની વચ્ચે ઝઘડો થયો હતો તે બાબતનો ખાર રાખીને બે મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિ રિક્ષામાં ત્યાં આવ્યા હતા અને ઝઘડો કરનારા બે બાળકની બહેનને ઝાપટો મારી હતી તથા પાઇપ વડે અને ઢીકાપાટુનો માથામાં અને શરીરે માર મારીને ઈજા કરી હતી જેથી તેને સારવાર માટે મોરબી સુધી લઈને આવ્યા હતા અને ત્યાર બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઇજા પામેલ દીકરીની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે બે મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા ભાવુબેન કિશનભાઇ સોલંકી (34)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રવીણભાઈ અમરશીભાઈ સોલંકી, મધુબેન ગોપાલભાઈ સોલંકી, મીનાબેન પ્રવીણભાઈ સોલંકી રહે. બધા જોધપર વાળાઓની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે જોધપર ગામના વણકરવાસ ચોકમાં ફરિયાદીના દીકરા જયદીપ અને જયદેવ તથા આરોપીનો દીકરો માનવ રમતા હતા અને ત્યાં રમતા રમતા તેઓની વચ્ચે ઝઘડો થયો હતો જે બાબતનો ખાસ રાખીને ત્રણેય આરોપીઓ રિક્ષામાં ત્યાં આવ્યા હતા ત્યારે ફરિયાદીની દીકરી શિવાનીબેન (14) ચોકમાં રમતી હોય તેને પ્રવીણભાઈ સોલંકીએ ઝાપટો મારીને પાઇપ વડે માથાના ભાગે માર મારીને ઇજા કરી હતી તેમજ મધુબેને પાઇપ વડે તેને જમણા હાથે માર માર્યો હતો અને મીનાબેન ઢીકાપાટુનો મારમારીને ઇજા કરી હતી જેથી ઇજા પામેલ દીકરીને સારવાર માટે મોરબી સુધી લઈને આવ્યા હતા અને ત્યારબાદ ઇજા પામેલ દીકરીની માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News