વાંકાનેરમાં પેલેસ્ટાઇનના ઝંડા સાથેની ગાડી લઈને નીકળેલ શખ્સની પણ ધરપકડ હળવદ શહેર ભાજપ પ્રમુખના જન્મદિને યોજાયેલ રક્તદાન કેમ્પમાં 331 રકતદાતાઓએ કર્યું રકતદાન મોરબીના આમરણ પાસે અકસ્માત બાદ રાજકોટ ખસેડાયેલ યુવાનનું મોત-એક સારવારમાં મોરબી નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાને અજુગતુ પગલુ ભરી લેતા સારવારમાં માળિયા (મી)માં એક જ પરિવારના 14 લોકોને ફૂડ પોઇઝનિંગ થતાં સારવારમા મોરબી જિલ્લામાં સહકારથી સમૃધ્ધી અભિયાન અંતર્ગત ગુજરાત સ્થાપના દિને તાલુકા કક્ષાએ ધાર્મિક સ્થળોની કરાશે સફાઇ સ્પેશ્યલ ડ્રાઈવ: મોરબી જિલ્લામાં ગેરકાયદે રહેતા લોકોને શોધવા માટે 53 ટીમો દ્વારા ચેકિંગ ઝુંબેશ મોરબીના ઝુલતા પુલ કેસમાં જયસુખભાઇ પટેલ સહિતના આરોપીઓની ડિસ્ચાર્જ અરજી રદ્દ
Breaking news
Morbi Today

મોરબીમાં દેશીના ધંધાર્થીએ સરકારી જમીન ઉપર બનાવેલ મકાન તોડી પડ્યું: 1 કરોડની જમીન દબાણમુક્ત


SHARE















મોરબીમાં દેશીના ધંધાર્થીએ સરકારી જમીન ઉપર બનાવેલ મકાન તોડી પડ્યું: 1 કરોડની જમીન દબાણમુક્ત

મોરબીમાં દારૂના ધંધા સાથે સંકળાયેલ શખ્સે મહેન્દ્રનગર ગામના સરકારી ખરાબાની જગ્યામાં મકાન બનાવ્યું હતું જેને પોલીસ અધિકારીએ સબંધિત વિભાગના અધિકારીઓને સાથે રાખીને તોડી પડેલ છે અને અંદાજે 1 કરોડની  સરકારી જમીન ખુલ્લી કરેલ છે.

મોરબી જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા શખ્સોએ ગેરકાયદે ઊભી કરેલી મિલકતો અથવા સરકારીમાં ઊભી કરેલી મિલકતોને તોડી પાડવા માટેની કામગીરી સંબંધિત વિભાગને સાથે રાખીને પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલી છે તેવા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ શક્તિનગર પાસે જુસબ ઉર્ફે જુસો મહમદભાઈ મોવર નામના શખ્સ દ્વારા મહેન્દ્રનગર ગામના સર્વે નંબર 121માં આવેલ સરકારી ખરાબાની જગ્યામાં મકાન બનાવવામાં આવ્યું હતું જે મકાન ઉપર હિટાચી મશીન ફેરવીને તેને તોડી પાડવામાં આવ્યું છે અને અંદાજે 150 ચોરસ મીટર જગ્યા જેની અંદાજિત કિંમત એક કરોડ રૂપિયા થાય છે તે ખુલ્લી કરાવવામાં આવેલ છે. વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે આ શખ્સ દેશી દારૂના ધંધા સાથે સંકળાયેલ હોય તેના મકાન ઉપર હિટાચી મશીન ફેરવીને હાલમાં દબાણ તોડી પાડવામાં આવ્યું છે અને આવી જ રીતે મોરબી શહેર તથા જિલ્લામાં જુદા જુદા વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ અસામાજિક તત્વો દ્વારા સરકારી ખરાબા કે ગોચરની જગ્યા ઉપર જો ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યા હશે તો તેને તોડવામાં આવશે.






Latest News