અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પુર્વ સીએમ સહીત તમામ મૃતકોને સાંસદ, પુર્વ મંત્રી તેમજ યંગ ઇન્ડિયા ગૃપ દ્રારા શ્રધ્ધાંજલી મોરબી મનપાએ બાકી વેરા માટે 11 મિકલત સીલ કરતાં 7 આસામી તાત્કાલિક વેરો ભરી ગયા મોરબીના મહેન્દ્રનગર પાસેથી અર્ટીકા કારમાંથી દારૂ-બીયરની ૫૮ બોટલો સાથે બુટલેગર પકડાયો મોરબી આરટીઓ દ્વારા ડીટેઈન કરાયેલા વાહનોની હરાજી માટે તૈયારી મોરબીના ઘુંટુ રોડ ઉપર દારૂની ૯૯ બોટલ ભરેલી કાર સાથે બે ને પકડી પાડતી તાલુકા પોલીસ વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુમાં ૧૭ થી ૧૯ જૂન સુધી પ્રવેશબંધી ગુજરાતમાં પ્રથમ ચુકાદો: મોરબીમાં થયેલ ત્રિપલ મર્ડરના કેસમાં તમામ 11 આરોપીઓને આજીવન કેદ મોરબીમાં થેલેસેમિયાના દર્દીઓ માટે મદદરૂપ થવા યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૧૩૪ બોટલ રક્ત એકત્રિત થયું
Breaking news
Morbi Today

ટંકારાના હીરાપર નજીક કારખાનાના ખુલ્લા મેદાનમાં સૂતેલા યુવાનના મોબાઈલ ફોનની ચોરી


SHARE

















ટંકારાના હીરાપર નજીક કારખાનાના ખુલ્લા મેદાનમાં સૂતેલા યુવાનના મોબાઈલ ફોનની ચોરી

ટંકારાના હીરાપર ગામની સીમમાં આવેલ કારખાનાના ખુલ્લા મેદાનમાં શ્રમિક યુવાન સૂતો હતો દરમિયાન રાત્રિના સમયે કોઈ અજાણ્ય શખ્સ દ્વારા તેના મોબાઈલ ફોનની ચોરી કરવામાં આવેલ છે જેથી દસ હજાર રૂપિયાની કિંમતના મોબાઈલ ફોનની ચોરી થઈ હોવાની યુવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના હીરાપર ગામની સીમમાં આવેલ બીડીસી પોલિફેબ એલએલપી કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા શહેરારામ બુધારામ ચૌહાણ (42)એ હાલમાં અજાણ્યા શખ્સની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે હીરાપર ગામની સીમમાં આવેલ બીડીસી પોલિફેબ એલએલપી કારખાના ખુલ્લા મેદાનમાં રાત્રિ દરમિયાન તે સૂતો હતો ત્યારે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેના વિવો કંપનીના મોબાઈલ ફોનની ચોરી કરવામાં આવેલ છે જેથી 10,000 રૂપિયાની કિંમતના મોબાઇલ ફોનની ચોરી થઈ હોવાની યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

યુવાન સારવારમાં
કચ્છના ભચાઉ પાસે આવેલ વોઘેડા ગામે રહેતો સત્યમ વાઘજીભાઈ છાગા નામનો ૧૭ વર્ષનો યુવાન તેના સગાના બાઈક પાછળ બેસીને સામખયાળી નજીકથી જતો હતો ત્યાં ગામના બસ સ્ટેશન પાસે બાઇક સ્લીપ થતા પડી જતા ઇજાગ્રસ્ત હાલતમાં મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે પોરબંદરના બોખીરા ગામના ભીમાભાઇ સવદાસભાઈ કારાવદરા નામના ૫૧ વર્ષના આધેડ પુત્રની સાથે બાઈકમાં બેસીને જતા હતા ત્યારે ગામ નજીક બાઇકની આડે ઢોર આવતા પડી જતા તેમને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.તેમજ હળવદના સુંદરગઢ ગામે રહેતો મહેશ બાબુભાઈ જીંજુવાડિયા નામનો ૨૫ વર્ષીય યુવાન ગામમાં કોઈ કારણોસર દવા પી જતા તેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો તેમ પોલીસે જણાવેલ છે.મોરબી પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરી હતી.






Latest News