મોરબી ડો.બાબા સાહેબ આંબેડકર શાળાના શિક્ષકોએ માધાપરવાડી શાળાની મુલાકાત લીધી મોરબીમાં નવયુગ કોલેજના 400થી વધુ વિદ્યાર્થીઓનો થેલેસેમિયા ટેસ્ટ કરાયો મોરબીમાં દારૂ - બીયરની 45 બોટલ સાથે બે પકડાયા, શોધખોળ મોરબીના પીપળી ગામે રહેણાંક મકાનમાંથી દારૂ-બિયરની ૭૫ બોટલ મળી, આરોપીની શોધખોળ શરૂ મોરબીમાં તા.૨૦ ના પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન,નવરંગ નેચરલ કલબ દ્વારા કાલે ખેડુતહાટ યોજાશે મોરબી જિલ્લા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની કાલે વવાણિયા ગામે કાર્યકર્તા શિબિર યોજાશે દીકરી એ જ દેશનું ભવિષ્યના સંદેશ સાથે મોરબીમાં યોજાશે છાત્રા સંમેલન મોરબી શહેર, માળીયાના જૂના દેવગઢ અને વાંકાનેરના કોટડાનાયાણી ગામે જુગારની 4 રેડમાં 3  મહિલા સહિત કુલ 24 પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા આધેડે ઘરે ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન મોત


SHARE





મોરબીમાં રહેતા આધેડે ઘરે ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન મોત

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નરસંગ બ્લુ ખાતે રહેતા આધેડે કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં બેભાન હાલતમાં તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નરસંગ બ્લૂ ખાતે રહેતા કિશોરભાઈ વિનોદભાઈ ચંદારાણા (51)એ કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના ઘરે હતા ત્યારે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ માધવ હોસ્પિટલ મોરબી ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે બેભાન હાલતમાં લઈને આવ્યા હતા ત્યાં તેમનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે જો કે, કયા કારણોસર આધેડે આ પગલું ભર્યું છે તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે




Latest News