માળીયા (મી)ના સરવડ પાસેથી દારૂ ભરેલ કાર સાથે બે પકડાયા, 3.30 લાખનો મુદામાલ કબજે: એકની શોધખોળ
મોરબીમાં પત્ની સાથે ફોન ઉપર વાત કરતાં શખ્સ સહિત કુલ ચાર શખ્સોએ યુવાનને લાકડી-ઢીકાપાટુનો મારમાર્યો, મારી નાખવાની ધમકી
SHARE








મોરબીમાં પત્ની સાથે ફોન ઉપર વાત કરતાં શખ્સ સહિત કુલ ચાર શખ્સોએ યુવાનને લાકડી-ઢીકાપાટુનો મારમાર્યો, મારી નાખવાની ધમકી
મોરબીમાં પત્ની સાથે ફોન ઉપર વાત કરતાં શખ્સ સાથે અગાઉ બોલાચાલી થયેલ હતી અને તે બાબતે મહિલાના પતિએ ગઇકાલે સામે વાળાને કહ્યું હતું જે તેને સારું નહીં લગતા યુવાનને ચાર શખ્સો દ્વારા લાકડી અને ઢીકાપાટુ વડે માર મારવામાં આવ્યો હતો તથા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ રામજી મંદિર પાસે ગપીની વાડીમાં રહેતા અને સનાળા રોડ ઉપર બાલાજી પીયુસી સેન્ટરનો ધંધો કરતા ગૌતમભાઈ પોપટભાઈ ડાભી (30) નામના યુવાને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જેરામભાઈ પરસોત્તમભાઈ પરમાર, અંકિતભાઈ જેરામભાઈ પરમાર રહે. બંને વાવડી રોડ કબીર આશ્રમ સામે મોરબી તથા ભગવાનજીભાઈ પરસોતમભાઈ પરમાર અને દિનેશભાઈ ભગવાનજીભાઈ પરમાર રહે. બંને ગધેયની વાડી રામજી મંદિર સામે મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે અગાઉ તેની પત્ની સાથે અંકિતભાઈ પરમાર ફોન ઉપર વાત કરતો હોય જે બાબતે બોલાચાલી થયેલ હતી અને ગઈકાલે ફરિયાદીએ આરોપીને કહેતા તેને સારું લાગ્યું ન હતું જેથી ચારેય આરોપી ફરિયાદીની દુકાને આવ્યા હતા અને ત્યાં જેરામભાઈ અને અંકિતભાઈએ લાકડાના ધોકા વડે ફરિયાદીને માથામાં અને શરીરને માર મારીને ઈજા કરી હતી તેમજ ભગવાનજીભાઈ અને દિનેશભાઈએ ફરિયાદીને ઢીકાપાટુનો માર મારીને ઇજા કરી હતી અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચારેય શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.
દુકાનદાર સામે ગુનો નોંધાયો
ટંકારામાં આવેલ ઓવરબ્રિજ પાસે ઓમ કોમ્પ્લેક્સમાં બીજા મળે દુકાન નંબર 205 થી 209 ગોલ્ડન સ્પામાં ભાડે આપવામાં આવી હતી અને સ્પાના સંચાલક સાથે ભાડા કરાર કરી પોલીસ સ્ટેશનમાં જમા કરાવવામાં આવ્યો ન હતો અને તેની જાણ કરવામાં આવી ન હતી જેથી હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દુકાનના માલિક નવઘણભાઈ વજાભાઈ ઝાપડા રહે. લક્ષ્મીનારાયણ સોસાયટી ટંકારા વાળા સામે ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

