મોરબી જિલ્લાના ૨૮ શિક્ષકોને ગાંધીનગર ખાતે પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ આપી કરાયા સન્માનિત મોરબી જલારામ મંદિરે સ્વ.છબીલદાસ કરમશીભાઈ કોટેચાના પરિવારના સહયોગથી યોજાશે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મોરબી જિલ્લામાં નાયબ મામલતદાર, રેવન્યુ તલાટી અને ક્લાર્કની પડતર માંગણીઓ નહીં સંતોષતા 187 અધિકારીઓની માસ સીએલ મોરબીના જાંબુડીયા ગામ પાસે વાહન અકસ્માતમાં ઇજાગ્રસ્ત પિતા પુત્રી પૈકી પિતાને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા મોરબીમાં સાદગીપૂર્ણ રીતે પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરાઇ: પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ પદે ઉદયભાઈ જોષીની વરણી મોરબીમાં અકસ્માત સર્જીને બાળકીનું મોત નિપજાવનાર ટ્રક ચાલકની ધરપકડ મોરબી મહાપાલિકામાં સમાવેશ થયેલાં મહેન્દ્રનગર ગામને પાયાની સુવિધાઓ આપવામાં આમ આદમી પાર્ટીની માંગ મોરબી જિલ્લાના રામપરા અભયારણ્યની મુલાકાત લેતા વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના રામપરા અભયારણ્યની મુલાકાત લેતા વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા


SHARE















મોરબી જિલ્લાના રામપરા અભયારણ્યની મુલાકાત લેતા વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં સિંહોના સંવર્ધન માટેના રામપરા અભયારણ્યની વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રીએ ૧ વાઈલ્ડ લાઈફ રેસ્કયું અને ૧૮ ફોરેસ્ટ બાઈકને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જે વાહનો થકી વન વિભાગના કર્મચારીઓની કામગીરીમાં સરળતા સાથે તેમની કાર્યક્ષમતામાં વધારો થશે .

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે આંબરડી, બરડા અને ગીર સહિતના સ્થળોની જેમ અહીં પણ સફારી પાર્કની શક્યતાઓ દેખાઈ રહી છે. જેથી રામપરા અભ્યારણનો એ મુજબ તબક્કાવાર વિકાસ કરવામાં આવે તે માટે પણ સરકાર વિચારણા કરશે. રામપરા અભયારણ્ય સહિત વન વિભાગના મોરબી ડિવિઝનની કામગીરીની મંત્રી શ્રી એ સરહાના કરી હતી. વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે મિષ્ટી પ્રોજેક્ટ હેઠળ ચેરનું વધુ અને વધુ વાવેતર થાય તે માટે ડબલ ટાર્ગેટ સાથે કામગીરી કરવામાં આવે એ પ્રકારનું આયોજન સરકાર અમલમાં મુકવા જઈ રહી છે. મંત્રીએ રામપર અભયારણ્ય ખાતે સિંહોના બ્રીડીંગ સેન્ટર અને સંવર્ધન કેન્દ્ર તથા અન્ય વન્ય જીવોના સંવર્ધન સ્થળોની મુલાકાત કરી તેનું નિરીક્ષણ કર્યું હતું. રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાએ મંત્રીને મોરબી જિલ્લાની વન વિસ્તાર, વન્ય સંપદા તથા જૈવ વિવિધતા વિશે વિગતે વાત કરી હતી. મોરબી નાયબ વન સંરક્ષક ચિરાગ અમીને પ્રેઝન્ટેશનના માધ્યમથી મંત્રીને મોરબી ડિવિઝન તથા રામપરા અભયારણ્યમાં કરવામાં આવતી વિવિધ વન સંપદા સંવર્ધન તેમજ વન્યજીવોના સરક્ષણ માટેની કામગીરી વિશે વિગતે માહિતગાર કર્યા હતા. આ પ્રસંગે મંત્રી સાથે મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઈ મીયાત્રા, વાંકાનેર પ્રાંત અધિકારી વિપુલ સાકરીયા, મામલતદાર કે.વી. સાનિયા, વન વિભાગના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News