હળવદના જુના દેવળિયા નજીક વાડીની ઓરડીમાંથી 1.95 લાખથી વધુનો દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં દિક્ષાંત સમારોહ યોજાયો મોરબીની ઈડન ગાર્ડન સોસાયટી એસ.પી. રોડ ખાતે  ચિલ્ડ્રન એસ.એસ.વાય. શિબિર યોજાશે મોરબી : કાળજાળ ગરમીમાં સિવિલ હોસ્પિટલમાં કુલર મુકવા બદલ ધારાસભ્ય તથા તંત્રનો આભાર માનતા સામાજિક કાર્યકરો મોરબી નવયુગ વિદ્યાલયનો સિતારે નવયુગ-2025 સન્માન સમારોહ-સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો મોરબીના વાવડી રોડેથી પસાર થતી કારમાં કોઈ કારણોસર લાગી આગ મોરબી જિલ્લામાં એપ્રિલ સુધી હથિયારબંધી;  ચાર કરતા વધુ વ્યક્તિઓને ભેગા થવા અંગે પ્રતિબંધાત્મક જાહેરનામુ મોરબીમાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
Breaking news
Morbi Today

મોરબી નવયુગ વિદ્યાલયનો સિતારે નવયુગ-2025 સન્માન સમારોહ-સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો


SHARE















મોરબી નવયુગ વિદ્યાલયનો સિતારે નવયુગ-2025 સન્માન સમારોહ-સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

મોરબીમાં શનાળા રોડે આવેલ નવયુગ વિદ્યાલયના વાર્ષિકોત્સવ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ સિતારે નવયુગ:2025” નું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં KG થી ધો. 12 સુધી પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ HSC અને SSC બોર્ડમાં પોતાના વિષયમાં 100 ટકા પરિણામ લાવનાર શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ દ્વારા જુદીજુદી કૃતિરજૂ કરવામાં આવી હતી. જેમાં સોમનાથના ઇતિહાસની  કૃતિએ તમામ  શ્રોતાને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ  કાર્યક્રમના અંતમાં કાશ્મીરના પહેલગામ હુમલામાં મૃત્યુ પામેલા દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જાણીતા હાસ્ય કલાકાર સાંઈરામ દવે, ડૉ. ગુણવંતભાઈ આરદેશના, મોરબી પેપર મિલ એસો.ના પ્રમુખ શૈલેષભાઇ દેત્રોજા, હિમાંશુભાઈ કુંડારીયા, મોરબી સિરામિક વોલ ટાઇલ્સ એસો. પ્રમુખ હરેશભાઈ બોપલિયા, મોરબી જિલ્લા વિહિપના પ્રમુખ જિલેષભાઇ કાલરીયા, મોરબી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ નિલેશભાઈ કુંડારીયા, હર્ષદભાઈ કાવર, ડૉ વૈશાલી વડનગરા, ડૉ. મયુર સદાતિયા, ડૉ. વિશાલ રાજપરા, ડૉ. દીપ્તિ કાંજીયા, ડૉ. મેહુલ પનારા, મહેશભાઈ ભોરણીયા ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમ સંસ્થાના સુપ્રીમો પી.ડી. કાંજીયા તેમજ ટ્રસ્ટી રંજનબેન કાંજીયા અને બળદેવભાઈ સરસવાડિયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. અને નવયુગના મૅનેજિંગ ડિરેક્ટર નિલેશભાઈ અધારા, સંતોકીભાઈ, પરેશભાઈ, હસમુખભાઈ, મનોજભાઈ તથા કોરિયોગ્રાફર ભાસ્કરભાઈ સહિતના સ્ટાફમિત્રોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.






Latest News