મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી : કાળજાળ ગરમીમાં સિવિલ હોસ્પિટલમાં કુલર મુકવા બદલ ધારાસભ્ય તથા તંત્રનો આભાર માનતા સામાજિક કાર્યકરો


SHARE









મોરબી : કાળજાળ ગરમીમાં સિવિલ હોસ્પિટલમાં કુલર મુકવા બદલ ધારાસભ્ય તથા તંત્રનો આભાર માનતા સામાજિક કાર્યકરો

મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે એડમીટ થયેલા દર્દીઓ માટે આ કાળજાળ ગરમીના સમયમાં કુલર મૂકવામાં આવે તેવી સામાજિક કાર્યકરો દ્વારા માંગ કરવામાં આવી હતી.જેને અનુલક્ષીને મોરબી સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા જિલ્લા કલેકટર અને ધારાસભ્યના પ્રયાસોથી કુલર મુકવામાં આવેલા છે.જે બદલ સામાજિક કાર્યકરો દ્વારા તંત્ર અને ધારાસભ્યનો આભાર વ્યક્ત કરવામાં આવેલ છે.

મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણિયા, ગીરીશભાઈ કોટેચા, દેવેશભાઈએ થોડા સમય પહેલા જિલ્લા કલેકટર, ધારાસભ્ય અને સિવિલ અધિક્ષક ડો.દુધરેજીયાને લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ એડમીટ હોય અને આવી કાળજાળ ગરમીના સમયમાં એડમિટ દર્દીઓને રાહત થાય તે માટે કુલર મુકવા જરૂરી છે માટે સામાજિક કાર્યકરોની આ યોગ્ય માંગને ધ્યાને લઈને જિલ્લા કલેક્ટર તથા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દ્વારા પગલાં લેવામાં આવ્યા હતા અને તેને અનુલક્ષીને મોરબી સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો.દુધરેજીયા દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે કુલર મુકવામાંઆવેલ છે.જેને પગલે તમામ દર્દીઓ તથા મોરબીવાસીઓ વતી સામાજિક કાર્યકરો દ્વારા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા જિલ્લા કલેકટર તથા સિવિલ અધિક્ષક ડો.દુધરેજનો આભાર કરવામાં આવ્યો હતો.




Latest News