વાંકાનેરના ગુલાબનગરના પાણી પ્રશ્ને બેડા સાથે મહિલાઓનો પ્રાંત કચેરી પર હલ્લાબોલ
SHARE







વાંકાનેરના ગુલાબનગરના પાણી પ્રશ્ને બેડા સાથે મહિલાઓનો પ્રાંત કચેરી પર હલ્લાબોલ
પાલિકા દ્વારા ભરઉનાળે પાણી કનેકશન કટ કરાતા નગરજનોમાં રોષ
વાંકાનેર શહેરના રાજાવડલા રોડ પર આવેલ ગુલાબનગર વિસ્તારમાં નગરપાલિકા દ્વારા અચાનક જ ભર ઉનાળે પાણી કનેકશન કાપી નાખતા નાગરિકો છેલ્લા પંદર દિવસથી વિહોણા હેરાનપરેશાન થઈ રહ્યા છે.
જેની સામે જવાબદાર તંત્રને અનેક લેખિત તથા મૌખિક રજુઆતો કરવા છતાં પણ પાણીની કોઈ વ્યવસ્થા કરવામાં ન આવતા આખરે ગઈકાલે સ્થાનિક મહિલાઓ પાણીની બેડા સાથે પ્રાંત કચેરીમાં ધસી આવી ‘પાણી આપો... પાણી આપો... પાણી આપો...’ની પોકાર લગાવી હતી.આ બાબતે ગુલાબનગરની મહિલાઓ નાના નાના બાળકો અને ખાલી બેડાઓ સાથે પ્રાંત કચેરીમાં પહોંચી અને બેજાન તંત્ર સામે પાણીની માંગ કરી હતી. આ તકે મહિલાઓએ નિંભર તંત્ર સામે તાત્કાલીક પાણીની માંગ કરી હતી અને સાથે જો તંત્ર દ્વારા હજુ પણ કોઈ વ્યવસ્થા કરવામાં નહીં આવે તો મહિલાઓ કચેરી ખાતે ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી.
આ તકે વાંકાનેર પ્રાંત અધિકારી દ્વારા રજુઆત કરવા પહોંચેલ મહિલાઓ, વાંકાનેરના પુર્વ ધારાસભ્ય મહંમદ જાવેદ પીરઝાદા, શકીલ પીરઝાદા, જાકીરભાઈ બ્લોચ, મહંમદભાઈ રાઠોડ, અસરફભાઈ ચૌહાણ સહિતના અગ્રણીઓને આ વિસ્તારમાં પાણી મળી જવાની મૌખિક ખાત્રી આપતા મહિલાઓનો રોષ શાંત પડયો હતો

