અરણીટીંબા પાસે બાઈક આડે રોજડુ અને ખાખરેચી નજીક બાઇક આડે ભેંસ આવતા જુદાજુદા બે અકસ્માત
SHARE
અરણીટીંબા પાસે બાઈક આડે રોજડુ અને ખાખરેચી નજીક બાઇક આડે ભેંસ આવતા જુદાજુદા બે અકસ્માત
વાંકાનેરના અરણીટીંબા ગામ પાસે બાઈક આડે રોજડુ તેમજ માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામ નજીક બાઇક આડે ભેંસ આવી હતી જેથી જુદા જુદા બે અકસ્માત થયા હતા જેમાં ઇજા પામેલા બંને વ્યક્તિઓને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે રહેતા હબીબભાઈ જીવાભાઇ માથકિયા (63) નામના વૃદ્ધ અરણીટીંબા ગામ નજીક આવેલ કેનાલ પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકની આડે રોજડુ ઉતર્યું હતું અને અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં હબીબભાઈ માથાકિયાને ઈજાઓ થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે આવી જ રીતે તાલુકાના ખાખરેચી ગામે રહેતા લક્ષ્મણરામ પાનારામ (21) નામનો યુવાન ઘાટીલાથી ખાખરેચી ગામ વચ્ચે બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો દરમિયાન તેના બાઈકની આડે ભેંસ ઉતરતા અકસ્માત થયો હતો જેથી ઈજા પામેલા યુવાનને સારવાર માટે 108 મારફતે મોરબી લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મારા મારીમાં ઇજા
મોરબીમાં રવાપર ગામ પાસે આવેલ રામસેતુ સોસાયટીમાં રહેતા મીત રાજેશભાઈ ઠોરીયા (20) નામના યુવાનને રામેશ્વર ફાર્મની સામેના ભાગમાં આવેલ સરદાર પિચમાં મારામારીમાં ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.